GUJARAT

વિજાપુર રામબાગ મંદિર ખાતે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ધારાસભ્ય ના જન્મ દિન નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

વિજાપુર રામબાગ મંદિર ખાતે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ધારાસભ્ય ના જન્મ દિન નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો
સાંસદ મયંક ભાઈ નાયક દ્વારા સાંસદ સભ્ય ની ગ્રાન્ટ માંથી તાલુકા વિકાસ માટે 11 લાખ ની ફાળવણી કરી સબ વાહિની પાલીકા ને અર્પણ કરાઇ
ગરીબ બાળકો ને ચોપડા નુ વિતરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રામબાગ મંદિર ખાતે ડ્રીમ ફાઉન્ડેશન ગૃપ દ્વારા ધારાસભ્ય સી.જે ચાવડા ના જન્મ દિન ની ઉજવણી ના ભાગ રૂપે રકતદાન તેમજ ગરીબ બાળકોને ચોપડા નુ વિતરણ સહિત ના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ડ્રીમ ફાઉન્ડેશન તરફથી 327 જેટલા બોટલો રક્તદાતાઓ એ પોતાનું રક્તદાન કર્યું હતુ. અને ધારાસભ્ય સી.જે ચાવડા ની ચોપડા થી અને રક્ત બોટલો થી તુલા કરાઇ હતી.આ પ્રસંગે જીલ્લા સાંસદ સભ્ય મયંક ભાઈ નાયક સંસદ સભ્ય હરીભાઈ પટેલ રમીલા બેન દેસાઈ ભાજપ જીલ્લા પ્રમુખ ગીરીશ રાજગોર સહિત હાજરી આપી ધારાસભ્ય સી.જે ચાવડા ને શુભેચ્છા વ્યક્ત કરતા તાલુકાના વિકાસ માટે સાંસદ સભ્ય ની ગ્રાન્ટ માંથી રૂપિયા અગીયાર લાખ ની ફાળવણી ની જાહેરાત કરી હતી.ધારાસભ્ય ફંડ માંથી આપેલ સબ વાહિની પાલીકા ને અર્પણ કરાઇ હતી આંગણવાડી ની બહેનો ને બાળકો માટે ત્રીસ લીટર જગ આપવા આવ્યા હતા.ધારાસભ્ય એ વૃદ્ધા આશ્રમ ની મુલાકાત ફ્રુડ પેકેટ નુ વિતરણ પણ કરાયું હતુ તેમજ અકસ્માત મા મૃત્યુ પામેલા પરીવાર જનો ને મુખ્ય મંત્રી રાહત ફંડ માંથી ચેકો અર્પણ કરવા મા આવ્યા હતા.પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પી.આઇ પટેલ તેમજ પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર તેમજ વિજય ભાઈ પટેલ જીલ્લા સદસ્ય હર્ષદ ભાઈ પટેલ પૂર્વ જીલ્લા સદસ્ય કનક સિંહ વિહોલ ડ્રીમ ફાઉન્ડેશન ગૃપ ના પ્રમુખ કૌશિક પટેલ ગૃપ ના સભ્યો રાજેશ પટેલ ભાજપના કાર્યકરો સહીત શહેરી જનો મોટી સંખ્યા માં હાજરી આપી હતી. 327 જેટલા રકતદતાઓ એ પોતાનુ રકતદાન કરી યોગદાન આપ્યું હતુ. ધારાસભ્ય એ પોતાના જન્મ દિવસ ને લઈ ગ્રામજનો ને તાલુકા મા અને ગ્રામ્ય વિસ્તારો મા વિકાસ ના કામો વેગ આપવા નુ વચન આપ્યું હતુ. આ કાર્યક્રમ ને તાલુકાના ગ્રામ્ય અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!