KARJANVADODARA

કરજણ તાલુકાના નારેશ્વર પાલેજ માર્ગ ભીની રેતી ના પાણી ના કારણે બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો હાલાકીમાં મુકાયા.

મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણ ના પ્રાંત અધિકારી શ્રી આવેદન પત્ર આપ્યું..

નરેશપરમાર. કરજણ,

કરજણ તાલુકાના નારેશ્વર પાલેજ માર્ગ ભીની રેતી ના પાણી ના કારણે બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો હાલાકીમાં મુકાયા.

મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણ ના પ્રાંત અધિકારી શ્રી આવેદન પત્ર આપ્યું..

કરજણ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર સુધી જતો પાલેજ – નારેશ્વર માર્ગ પર થી અસંખ્ય રેતી ની ગાડીઓ રાત દિવસ ચાલે છે અને નદી માંથી ભીની રેતી નું ખનન કરવામાં આવે છે અને આ ભીની રેતી ના પાણી ના કારણે રોડ તૂટી જાય છે રોડ ઉપર કાદવ કીચડ થય જાય છે.રોડ ઉપર માટી ના ઠર બાજી જાય છે માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાઇ જવા પામ્યા છે. માર્ગ પરથી રેતી ના ડમ્પરો પસાર થતા ધૂળ પણ ઉડતી હોવાનું નજરે પડ્યું હતું. પાલેજ – નારેશ્વર માર્ગ ઉપર નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મહારાજનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પણ આવેલું છે. દર માસની પૂનમ, રવિવાર, ગુરુવાર અને જાહેર તહેવારોના દિવસે અનેક શ્રદ્ધાળુઓ અને યાત્રિકો પ્રાઇવેટ વાહનો તેમજ પ્રવાસી બસો સાથે ઉમટી પડે છે. પરંતુ નારેશ્વર-પાલેજને જોડતો બિસ્માર હાલતમાં થઇ જતાં વાહનચાલકો સહિત ગ્રામજનો સાથે યાત્રાળુઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રોડ ઉપર અસ્માત ના બનાવો નો ભય સતાય રહ્યો છે અને આ અગાઉ ઘણા બનાવો બન્યા છે મૂળનિવાસી એકતા મંચ દ્વારા ભીની રેતી નું ખનન બંધ કરવા માટે આજ રોજ કરજણ પ્રાંત અધિકારી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને દિન સાત માં ભીની રેતી નું ખનન બંધ કરવા માં નહિ આવે તો પાલેજ નારેશ્વર રોડ ચક્કા જામ કરવાની ચીમકી મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર ઉચારી હતી..

Back to top button
error: Content is protected !!