
ડેસર પરમાર ચિરાગ
આજરોજ સવારમાં 10:00 વાગે ની આજુબાજુ કોઈ રાહદારીને તળાવમાં લાશ જોવા મળતા લોક ટોળા ભેગા થતા ડેસર પોલીસને જાણ કરતા ડેસર પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાને બોલાવી લાશ ને બહાર કાઢી હતી
ત્યારબાદ લાશને બહાર કાઢી પીએમ અર્થે ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા હતા
ત્યારબાદ પોલીસે તપાસ કરતા ડેસર મહાદેવ પાસે રહેતા પારેખ મનુભાઈ નારાયણભાઈ ની ઓળખ થઈ હતી તેમની ઉંમર આશરે 52 વર્ષ છે ધંધો હેર કટીંગ નો હતો એમના તેમના પરિવારમાં એમના પત્ની અને એમના પુત્ર સુરત માં નોકરી કરે છે



