BODELICHHOTA UDAIPURGUJARAT

મુઠઈ ગામ પાસે દારૂ ભરેલો છકડો ઝડપાયો, LCB ની કામગીરીથી બુટલેગરોમાં હલચલ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં દારૂની હેરાફેરી વધતી જતી હોવા વચ્ચે, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ આજે અગત્યની કાર્યવાહી હાથ ધરી હતી. બોડેલીના મુઠઈ ગામ પાસે પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલો એક છકડો ઝડપી પાડ્યો હતો. સાથે જ છકડા ચાલકને પણ પોલીસે કાબૂમાં લઈને ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, LCB ને ગુપ્ત બાતમી મળી હતી કે મુઠઈ ગામની સીમમાં છકડા મારફતે દારૂની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી છે. આ માહિતીના આધારે પોલીસ ટોળકી સ્થળ પર પહોંચી અને છકડાને રોકી તેની તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન 1158 દારૂની બોટલો મળી આવી, જેની બજાર કિંમત રૂ.3 લાખ 19 હજાર જેટલી થાય છે.

પોલીસે દારૂ ઉપરાંત છકડા સહિત કુલ રૂ. 5 લાખ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છકડા ચાલકને તરત જ કસ્ટડીમાં લઈ, તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દારૂની હેરાફેરીનો મામલો ફરીએકવાર બોડેલી અને આસપાસના વિસ્તારોમાં સક્રિય બુટલેગરોની ચેતવણી આપી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા વધુ ચુસ્ત પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખવામાં આવશે.સ્થાનિક LCBની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!