ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી જિલ્લા કક્ષા કલા ઉત્સવમાં મેઘરજ તાલુકાની ઇસરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કક્ષા કલા ઉત્સવમાં મેઘરજ તાલુકાની ઇસરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ

જી.સી.આર.ટી., ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મોડાસાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષા નો કલા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં માધ્યમિક વિભાગ અંતર્ગત યોજાયેલી બાળ કવિ સ્પર્ધામાં ઇસરી હાઈસ્કૂલના વિદ્યાર્થી પટેલ વીર હિતેશભાઈએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું તથા વિસ્તારનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું હતું.

અત્યંત આનંદની બાબત એ પણ રહી કે, આ જ કલા ઉત્સવ દરમ્યાન યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ઇસરી હાઈસ્કૂલના વિદ્યાર્થી પટેલ હેન્સી મયંકભાઈએ પોતાની કલાત્મક પ્રતિભા દર્શાવી પ્રશંસા પામેલ હતી.બન્ને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ શાળાના આચાર્ય પંચાલ કમલેશભાઈ તેમજ શિક્ષક કેતનભાઈ પટેલનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મહત્વપૂર્ણ રહેલું છે.ઇસરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સતત શૈક્ષણિક તથા સહશૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે, જે સમગ્ર શાળા માટે ગૌરવની બાબત છે.

Back to top button
error: Content is protected !!