
તા.૨૭.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:રખડતા આખલાએ મહિલાને ઈજા પહોંચાડી સંજેલી બસ સ્ટેશન ની પાસે આવેલ કચરાના ઢગલા પાસે મહિલા પર આખલાએ હુમલો કર્યો મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ
સંજેલી નગર સહિતના વિસ્તારોમાં બાટલા કેટલાય દિવસથી રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે ત્યારે અવારનવાર રખડતા ઢોરોના કારણે લોકોને પણ કંઈક ને કંઈક મુશ્કેલી વેઠવી પડી છે તેવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા ત્યારે ગત એક અઠવાડિયાથી સંજેલી બસ સ્ટેશનની પાસે આવેલ ડમ્પીંગ સાઈડ ઉપર મોટો કચરાનો ઢગલો હોય તે વિસ્તારમાં રખડતા ઢોરો અવારનવાર જોવા મળે છે ત્યારે નજીકમાં જ મંદિર પેટ્રોલ પંપો તેમજ હાઇસ્કુલ આવેલ હોય મંદિરે જતા દર્શનાર્થીઓ વાહન ચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને આ જ વિસ્તારમાંથી પસાર થવું પડતું હોય છે ત્યારે એક અઠવાડિયામાં તે ઢગલાના કારણે તે જ જગ્યા ઉપર રખડતા ઢોરો નો અડિંગો જોવા મળી રહ્યો છે. અને ત્યાંથી છુટા રખડતા સાંન્ડ રસ્તા પરથી પસાર થતા લોકોને મારવા દોડે છે તેમજ ઈજા પહોંચાડતા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે . મળતી માહિતી મુજબ શિલ્પન હાઇસ્કુલ માં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ગત દિવસોમાં ઇજા પહોંચાડતા તેમને પણ સારવાર લેવાની જરૂર પડી હતી. તેમજ ત્યાંથી પસાર થતા બાઈક ચાલકોને પણ રખડતા આખલાએ હુમલો કરતા તેમને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આજ પલાશ શીલાબેન પર્વત ભાઈ ગામ ડુંગરપુર ની મહિલા પોતે સંજેલી થી કંઈ કામ અર્થે આવી હતી જે પરત જતા સમયે તે ઢગલા પાસેથી પસાર થાય છે ત્યારે તે મહિલાને આખલાએ હુમલો કરતા તે મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી તેમજ ત્યાં લોકોના ટોળા દોડી આવ્યા હતા અને આખલાને ભગાવ્યો હતો તેમજ ઈજાગ્રત મહિલાને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી. મહિલા ને માથાના ભાગે ઇજા થતા ટાંકા લેવા પડ્યા હતા. તેમ જ શરીરના અન્ય ભાગોમાં પણ છોલાઈ ગયા હતા . ત્યારે તેમના પતિને પણ જાણ થતા તે પણ દોડી આવ્યા હતા અને રખડતા પશુઓના કારણે લોકો ઈજાગ્રસ્ત થવાની વાતને લઈને રોષ હલાવ્યો હતો તેમ જ રખડતા ઢોરોની સમસ્યા બાબતે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી પણ વાત જણાવી હતી આમ સંજેલી ગ્રામ પંચાયત દ્વારા પણ એક અઠવાડિયા પહેલા સંજેલી નગરમાં રખડતા ઢોરોને સાત દિવસમાં માલિકીના હોય તો પોતાના બાંધી દેવા તેમજ જો કોઈ છુટા ઢોરો રખડતા મળી આવશે તો તેમને સાત દિવસનો અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તેમ જ તેવા છુટા રખડતા ઢોરોને ગ્રામ પંચાયત દ્વારા પાંજરાપોળે મોકલી દેખવા માટેનું પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું . તે વાતને પણ સાત દિવસ કરતા વધારે દિવસ વિત્યા . હવે જોવાનું રહ્યું કે સંજેલી નગર માં આખલાઓ સહિતના છૂટા ઢોરો ની સમસ્યાને લઈને વહેલી તકે નિરાકરણ આવે છે કે પછી હજુ કોઈ વ્યક્તિને મોટી ઘટનાનો ભોગ બનવું પડશે આવા છુટા રખડતા ઢોરના કારણે તેમ જાગૃત નાગરિકો સહિત લોકોમાં ચર્ચા ચાલી રહી છે.




