ઇન્દોર તરફથી દાહોદ તરફ આવતી બસના ચાલકે રળીયાતી ગામ નજીક મોટર સાઇકલને અડફેટમાં લઈ સ્થળ પરથી ફરાર.લોકોએ બસનો પીછો કર્યો તેમ છતાં બસ ના રોકાઈ આજરોજ તા.૦૩.૦૩.૨૦૨૬ ના મંગળવાર સવારે ૧૦:૪૫ ની આસપાસ નેશનલ હાઇવેથી રળીયાતી થી દાહોદ તરફ આવતા હાઇવે પર ગમખવાર અકસ્માતની ઘટના બનવા પામી છે.ઇન્દોર તરફથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે બસ દોડાવી લાવી દાહોદ તરફ આવતા યામાહા કંપનીની R15 મોટર સાઈકલને જોષભેર રીતે ટક્કર મારતા મોટરસાઈકલ ચાલક મોટરસાઇકલ લઈ રોડ પર ફગોળાતા મોટર સાઈકલ ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી.જોવાની વાત એ છે કે અકસ્માત તો થયું પણ બસ ચાલક બસ સ્થળ પરથી બસ લઈ નાસી છૂટ્યો હતો.લોકોએ બસનો પીછો કર્યો પણ બસ ના રોકાઈ.ત્યારે અકસ્માત થતા ભેગા થયેલ રાહદારીઓ ઈજાગ્રસ્ત ની મદદ આવ્યા અને 108 ને જાણ કરી 108 ની મદદ થી ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ત્યારે હવે જોવાનું રહ્યું ભાન ભૂલેલ બસના ચાલક સામેં શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા