HALVAD:હળવદના વેગડવાવ ગામે બાઈક હટાવવા નજીવી બાબતે યુવાન પર બે મહિલા સહિત છ ઈસમો હુમલો કર્યો

HALVAD:હળવદના વેગડવાવ ગામે બાઈક હટાવવા નજીવી બાબતે યુવાન પર બે મહિલા સહિત છ ઈસમો હુમલો કર્યો
હળવદ તાલુકાના વેગડવાવ ગામે રસોડાના બારણા પાસે પાર્ક કરેલ બાઇક હટાવવા જેવી સામાન્ય બાબતે બે મહિલા સહિત છ જેટલા ઈસમોએ પાડોશીના ઘરમાં ઘૂસીને પાઇપ, લાકડી અને ધારીયા વડે હુમલો કર્યો હતો. ઘટના અંગે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા ભરતભાઇ ચતુરભાઇ સુરેલા ઉવ. ૪૨ એ તા. ૨૭ મે, ૨૦૨૫ ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પર અને તેમના પરિવારના સભ્યો ઉપર રસોડા પાસે પાર્ક કરેલ બાઇક હટાવવા બાબતે હુમલો થયો છે. ભરતભાઈના ઘરના રસોડા પાસે પાડોશી વિષ્ણુ ઉર્ફે ટાઇગર દ્વારા બાઇક પાર્ક કરવામાં આવ્યું હોય જે ભરતભાઇ આઘુ કરવા જતા હતા ત્યારે આરોપી વિષ્ણુ ઉર્ફે ટાઇગર રામજીભાઇ સુરેલા પોતાના હાથમાં પાઇપ લઈને આવ્યા અને તેમની સાથે તેમના પિતા રામજીભાઇ ચતુરભાઇ ધારીયું લઈને પહોંચ્યા હતા, તેમની પાછળ વિક્રમભાઇ રામજીભાઇ લોખંડનો પાઇપ લઈને, શંભુભાઇ કેશાભાઇ લાકડાનો ધોકો લઈને, ગુગીબેન ધારીયું લઈને અને જનકબેન લાકડાનો ધોકો લઈને આવી પહોંચ્યા હતા. આ તમામે ફરીયાદી ભરતભાઈ તથા તેમના સભ્યોને ગાળો તથા જાનથી મારવાની ધમકીઓ આપી હુમલો કર્યો હતો. આરોપીઓએ પોતપોતાના હથિયાર વડે માર માર્યો હતો. જે ફરિયાદ બાદ હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી..







