GUJARATJUNAGADHKESHOD

કેશોદ નાં જલારામ મંદિરે ભારતીય ગ્રાહક  સુરક્ષા પંચાયત ની શિબિર યોજાઈ

કેશોદ નાં જલારામ મંદિરે ભારતીય ગ્રાહક  સુરક્ષા પંચાયત ની શિબિર યોજાઈ

 

ભારતમાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિના ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. 1990ના દાયકાના આરંભ સુધી દેશમાં નોંધાયેલાં સૌથી વધુ ગ્રાહક-સંગઠનો ગુજરાતમાં હતાં. 1993ના અંતે ગુજરાતમાં નોંધાયેલાં 22 અને વણનોંધાયેલાં 20 ગ્રાહક-સંગઠનો કામ કરતાં હતાં. 1970ના દાયકાના આરંભથી ગુજરાત રાજ્યમાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. સીઈઆરસી. – અમદાવાદ, કન્ઝ્યુમર પ્રોટૅકશન કાઉન્સિલ – અમદાવાદ, જાગ્રત ગ્રાહક – વડોદરા વગેરે ગુજરાતનાં જાણીતાં ગ્રાહકમંડળો છે. ગુજરાત સરકારે ‘કન્ઝ્યુમર અફેર્સ ઍન્ડ પ્રોટૅક્શન એજન્સી ઑવ્ ગુજરાત’(CAPAG)ની 1985માં સ્થાપના કરીને દેશમાં સૌપ્રથમ વાર સરકારી સંસ્થા દ્વારા ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિને પ્રબળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસરકાર રાજ્યનાં નોંધાયેલાં ગ્રાહક-સંગઠનોને અનુદાન પણ આપે છે. રાજ્યનાં નોંધાયેલાં ગ્રાહક-મંડળોની સભ્યસંખ્યા આશરે 10,000ની છે. બદલાતી આર્થિક પરિસ્થિતિને અનુરૂપ પ્રવૃત્તિ કરવામાં ગુજરાત અને ભારતનાં ગ્રાહકમંડળો અગ્રેસર રહ્યાં છે; પરંતુ ગ્રાહકોના સક્રિય ટેકાનો અભાવ અને પ્રતિબદ્ધ કાર્યકર્તાગણની ખોટ ભારતની ગ્રાહક-સુરક્ષા પ્રવૃત્તિને પીડી રહ્યાં છે. આમ છતાં, ખોરાકી ચીજોમાં ભેળસેળથી માંડીને વપરાશી ચીજોનાં પોતાની જ પ્રયોગશાળામાં તુલનાત્મક પરીક્ષણ સુધીનાં ક્ષેત્રોમાં ભારતનાં ગ્રાહકમંડળોએ ઝંપલાવ્યું છે અને દુનિયાનાં અગ્રણી ગ્રાહકમંડળોની કક્ષામાં બેસવા તેઓ સક્ષમ બન્યાં છે. કેશોદ નાં જલારામ મંદિર ખાતે અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા પંચાયત ની મીટીંગ મળી હતી જેમાં નેહા દીદી જોશી રાષ્ટ્રિય સહ સચિવ, મનહરભાઈ સૂચક, રાજુભાઈ રાવલ પ્રાંત સહ સચિવ, ભાવનાબેન રાવલ સંયોજીકા જુનાગઢ ની ઉપસ્થિતિ રહ્યા હતા તેઓ દ્વારા જણાવેલ કે આજના યુગમાં બજારમાં વધારે ખરીદી બહેનો દ્વારા થતી હોય છે અને તેઓ નું શોષણ થતું હોય છે જેથી ખરીદીમાં બહેનોમાં સૌથી વધારે જાગૃતિ લાવવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો કેશોદ શહેર માં સંયોજક તરીકે હરસુખભાઈ સિધ્ધપરા, સહ સંયોજક તરીકે દિનેશ કાનાબાર, સચિવ તરીકે દિપેન અટારાને જવાબદારી સોંપવામાં આવી હતી

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!