DAHODGUJARAT

દાહોદ તાલુકાના જેકોટ ખાતે આયુષ્માન ભારત વય વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો

તા.૨૭.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના જેકોટ ખાતે આયુષ્માન ભારત વય વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો

હાલમાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત રૂ.૧૦ (દસ) લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત “આયુષ્યમાન કાર્ડ” યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતા થી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૯.૧૦.૨૦૨૪ ના રોજ ૭૦વર્ષ અને ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય “આયુષ્યમાન કાર્ડ” આપવાનો અમલ શરૂ કરેલ છે. આ કેટેગરી નું નામ “આયુષ્માન ભારત વય વંદના યોજના” રાખવામાં આવેલ છે. જે અંતર્ગત ૭૦વર્ષ અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી “આયુષ્માન કાર્ડ” મેળવી શકે છે. આ માટે “આયુષ્યમાન એપ” દ્વારા પણ ઘરે બેઠા નાગરિકો આયુષ્માન કાર્ડ મેળવી શકે છે.

આજ રોજ દાહોદ તાલુકાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જેકોટ ના સહયોગથી ૭૦+ એજ ગ્રુપ ધરાવતા લાભાર્થીઓનો આયુષ્માન કાર્ડ કાઢવા માટે કેમ્પ કરવામાં આવ્યો જેમાં કુલ.૩૮ કાર્ડ કાઢવામાં આવ્યા જેમાં ૧૦ લાભાર્થીઓ ૭૦+થી ઉપર ના લાભાર્થીઓના કાર્ડ કાઢવામાં આવ્યા આ કેમ્પ માં શાળા ના NSS યુનિટ ના વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!