
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા માં વિરપુર તાલુકા ખાતે ઘરેલુહિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંતર્ગત શિબિર યોજાયેલ.
તા 21-6-24 ના રોજ જી-મહીસાગર, તા- વીરપુર, ગામ- જમાલપુર.. ખાતે… જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના ફિલ્ડ ઓફિસર આશાબેન ડામોર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અન્વયેની જોગવાઈ વિશે માહિતી આપવામાં આવેલ તથા સદર અધિનિયમ અન્વયે માહિતગાર કરેલ તેમજ મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન તેમજ મહિલાલક્ષી ચાલતી વિવિધ યોજનાઓ તેમજ વ્હાલી દીકરી,ગંગા સ્વરૂપા આર્થિક સહાય અને પુનઃલગ્નસહાય, મહિલા સ્વાવલંબન યોજના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. DHEW જેન્ડર સ્પેશિયાલીસ્ટ દિપીકાબેન ડોડીયાર દ્રારા મહિલા સુરક્ષા સલામતી અને કલ્યાણકારી યોજના જેવી કે અભયમ મહિલા હેલ્પ લાઇન ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર અને સંકટ સખી એપ્લીકેસન વિશે માહિતી આપી તેમજ સી ટીમ વિશે સમજ આપેલ.PBSC કોઉન્સેલર દ્વારા મહિલા સહાયતા કેન્દ્રની કામગીરી અને સેન્ટર પર આવતા કેસો વિશે સમજ આપેલ.દિનેશભાઇ દ્રારા અન્ય વિભાગોની મહિલા લક્ષી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી આ સેમિનારમાં ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ યોજનાઓ અગેનું IEC પત્રિકા અને નોન વેગન બેગ નું વિતરણ કરેલ.મીનાક્ષીબેન રાણા દ્વારા બાળ લગ્ન ને લગતી કાયદાકીય અને ચાઈલ્ડ હેલ્પ લાઈન – ૧૦૯૮ વિશે માહિતી આપવામાં આવેલ.ભાગ્યશ્રીબેન દ્વારા બાળકોને લગતી વિવિધ યોજનાઓ વિશે તથા ચિલ્ડ્રન્સ હોમ વિશે મહિલાઓને અવગત કરાવેલ તથા બાળ સુરક્ષા એકમની માહિતી આપેલ.તેમજ સરપંચ દ્વારા પણ ગામની મહિલાઓને આ યોજનાઓમાં સહભાગી થવા તથા અન્ય બહેનોને આ માહિતી નો પ્રચાર કરવા પ્રોત્સાહિત કરેલ



