
તા.૨૫.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ટોપી હોલ ખાતે ભાઈલાલ અમીન હોસ્પિટલ દ્વારા કેન્સર અવરનેસ અને મ્યુઝિકલ નાઈટ પ્રોગ્રામ કરવામાં આવ્યું
ભાઇલાલ અમિન જનરલ હોસ્પિટલ છેલ્લા 60 વર્ષોથી સ્વસ્થ સેવા ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પ્રદાન કરતી આવી છે. આ એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જ્યાં હૃદયરોગ, બ્રેઇન અને સ્પાઇન કેર, હાડકા તથા સાંધાના રોગો, ICU, ER, CCU, પેટ તથા લીવર સંબંધિત ગેસ્ટ્રો અને સર્જિકલ સારવાર, કિડની અને ડાયાલિસિસ સહિત તમામ આધુનિક તબીબી સેવાઓ ઉપલબ્ધ છે.છેલ્લા છ દાયકામાં, સમગ્ર મધ્ય ગુજરાતમાં 13 લાખથી વધુ દર્દીઓને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરો, નિષ્ણાત તબીબો અને પ્રશિક્ષિત સ્ટાફની મજબૂત ટીમ દ્વારા 24×7 ઈમરજન્સી સેવા, પેથોલોજી, રેડિયોલોજી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.ભાઇલાલ અમિન જનરલ હોસ્પિટલ એક ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે, જે પોતાની ગોલ્ડન જુબિલી પૂર્ણ કર્યા બાદ વર્ષ 2025માં ભાઇલાલ અમિન કેન્સર સેન્ટર (BACC) શરૂ કરવા જઈ રહી છે. આ સેન્ટરમાં આધુનિક સુવિધાઓ સાથે સંકલિત કેન્સર સારવાર ઉપલબ્ધ રહેશે.BACC ગુજરાત રાજ્યમાં કેન્સર દર્દીઓ માટે હાઇ-પ્રિસિઝન રેડિયોથેરાપી અને સંપૂર્ણ ડિજિટલ PET-CT જેવી અદ્યતન ટેકનોલોજી સાથેની સેવાઓ શરૂ કરનાર પ્રથમ સંસ્થાઓમાંનું એક બનશે. આ સુવિધાઓ દ્વારા વધુ સુરક્ષા, ઓછો સમય અને ઓછા ખર્ચે વધુ અસરકારક સારવાર ઉપલબ્ધ થશે.આ પ્રસ્તાવ હોસ્પિટલના ડોક્ટર ટીમની હાજરીમાં IMA ટીમ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલ દાહોદ અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.




