વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં વણી તરફથી શાકભાજીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.19.એક્સ.6425 જે શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં વિહીરઆંબા ગામ નજીકનાં યુ ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આઈસર ટેમ્પો માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જઈ શીર્ષાસન હાલતમાં થઈ જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં શાકભાજીનાં જથ્થા સહીત આઇસર ટેમ્પાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે. જ્યારે બીજા બનાવમાં વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં કુકડનખી ગામ નજીક કાર ઝાડી ઝાંખરામાં ખાબકી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આજરોજ વાંસદા તરફથી મારૂતિ સુઝુકી કંપનીની કાર.ન.જી.જે.21.સી.સી.6415 જે વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં કુકડનખી ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સ્થળ પર કાર માર્ગની સાઈડમાં ઉતરી જઈ ઝાડી ઝાંખરાવાળા ખાડામાં ખાબકતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારમાં 4 જેટલા સવાર ઇસમોનો ચમત્કારિક બચાવ થયેલ છે.જ્યારે કારને જંગી નુકશાન થયુ હતુ.





