ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ શહેર માં દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી, કાર ચાલક સામે પ્રોહી એક્ટ હેઠળ નોંધાયો ગુન્હો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ શહેર માં દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી, કાર ચાલક સામે પ્રોહી એક્ટ હેઠળ નોંધાયો ગુન્હો

અરવલ્લી જિલ્લામાં અવાર નવાર દારૂ ની ઘટનાઓ આવતી હોય છે ત્યારે ફરી એક વાર મેઘરજ શહેર માં દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી જ્યાં કાર ચાલક કાર મૂકી ફરાર થયો

મેઘરજ નગરમાં માં ગઈ કાલે સાંજે 6 વાગે જુના ચોકડી વિસ્તારમાં નશામાં કાર ચાલકે અકસ્માત ની ઘટના સામે આવી હતી જ્યાં મેઘરજ શહેરની મહિલા બજાર માં શાકભાજી લેવા આવી હતી જ્યાં મેઘરજ નગરના જુના ચોકડી વિસ્તાર માં રસ્તાના બાજુ માં ઉભેલી મહિલાને કાર ચાલકે ટક્કર મારી હતી અને કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો જ્યાં સ્થાનિકો દ્વારા કાર ની અંદર જોતા દારૂ ની બોટલ મળી આવી હતી ત્યારે સમગ્ર ઘટના લઈ મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને અને વૈભવ ખરાડી નામ નો આ કાર ચાલક હતો અને મેઘરજ UGVCL માં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તેમજ મેઘરજ શેરમાં જ રહે છે ત્યારે આ અકસ્માત સર્જી આ વૈભવ કાર મૂકી ફરાર થયો હતો જ્યાં મહિલાને માથાના ભાગે તેમજ પગના ભાગે ઈજહો પહોંચી હતી ત્યારે મેઘરજ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર જપ્ત કરી પ્રોહેબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

 

Back to top button
error: Content is protected !!