બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારતમાં ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકાના વિવિધ શૈક્ષણિક સંકુલો તેમજ સરકારી કચેરીઓ ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
ત્યારે નેત્રંગ તાલુકા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટામાલપોર પ્રાથમિક શાળા ખાતે મામલતદાર રીતેશભાઇ બી. કોંકણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જે બાદ મામલતદાર રીતેશભાઇ કોંકણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો, નેત્રંગ તાલુકાના વિશિષ્ટ વ્યકિત તથા પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી ઇનામ વિતરણ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા. અંતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન. સિંઘ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સીપાલ સિવિલ જજ ના ના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું, નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સપેક્ટર આર.સી.વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું, નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું, નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના હસ્તે ધ્વજવંદન કરાયું, નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.એફ.દિવાનના હસ્તે ધ્વજવંદન કરાયું. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર અને IQAC કો.ઓર્ડીનેટર ડૉ.મોનિકા શાહના હસ્તે ધ્વજવંદન કરાયું, શ્રી સાંદિપની વિદ્યાલય ખાતે ધોરણ ૯ ની વિધાર્થીની પ્રાચી દુબેના હસ્તે ધ્વજવંદન કરાયું, જુના પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક કુંવરજીભાઇ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું, શ્રી આર.કે.ભક્ત વિદ્યાલય ખાતે ભદ્રેશભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરાયું, શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે શાળાના શિક્ષક અલકેશભાઈ બ્રહ્મભટના હસ્તે ધ્વજવંદન કરાયું, કોસ્કોલા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રસિંગ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું
હતું.