DAHODGUJARAT

દાહોદ શહેરના રાજકમલ હોટલની પાછળ હજારીયા ફળિયામાં એક રહેઠાણ મકાનની અંદર ગેસ રિફિલિંગ કરતા હોવાનું મામલો સામેં આવ્યું

તા.૨૪.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના રાજકમલ હોટલની પાછળ હજારીયા ફળિયામાં એક રહેઠાણ મકાનની અંદર ગેસ રિફિલિંગ કરતા હોવાનું મામલો સામેં આવ્યું

દાહોદ શહેરના ગોધરારોડ રાજકમલ હોટલની પાછળના રેસીડેન્સીયલ વિસ્તારમાં અને એક રહેણાંક મકાનની અંદર ગેસ ગેસ કાયદેસર અને કોઈ પણ આધાર પુરાવા વગર ઘર વપરાસ માટે વપરાતું ગેસની બોટલો ભરવાનો મામલો સામેં આવ્યો છે.જેમાં આસપાસના લોકોએ ગેર કાયદેસર રીતે ચાલતુ વેપારનો વિરોધ કર્યો.તેમ છતાં વ્યક્તિ ગેસ રીફીલિંગ કરી રહ્યો છે.ગેર કાયદેસર રીતે રીફીલિંગ કરતા વ્યક્તિને આસપાસના રહેતા રહિસોએ કીધું કે આ તમે ખોટી રીતે આ ગેસ ભરો છો.અને કઈ મોટી દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ ત્યારે વ્યક્તિએ કીધું હું બંધ નહીં કરું તમારાથી થાય એ કરી લો હું તો આ ગેસ આવી રીતે ભરીશ.ત્યારે આસપાસના લોકોને ગેસની બોટલો ભરતા તેમાંથી નીકળતી ઓવર ગેસ અને તેની વાસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે.અને અગાઉ પણ દાહોદ પરેલ વિસ્તારમાંથી દાહોદ મામલતદાર દ્વારા આ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છતાં આ વ્યક્તિએ જુદા જુદા મકાનોમાં જઈ ગેસ રીફીલિંગનો કામ કરી રહ્યો છે. અગાવ પણ દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ નંબર E૭૮૭ ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહ ના ત્યાં દરોડા પડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર પાઈપ તેમજ ઘરેલુ ગેસના ૯ ભરેલા ૪ ખાલી તેમજ ત્રણ ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ત્યાર આવા માથા ભારે ઈસમ સામેં સ્થાનીક વહીવટી તંત્ર ધ્યાન દોરે અને ગેરકાયદેસર રીતે રેસીડેન્સીયલ વિસ્તારમાં ચાલતુ રીફીલિંગનો વેપાર બંધ કરાવી તે ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!