TANKARA શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરી વધુ નફો મેળવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો :ટંકારાના યુવક સાથે:૧.૧૮ કરોડની છેતરપિંડી
TANKARA શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરી વધુ નફો મેળવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો :ટંકારાના યુવક સાથે: ૧.૧૮ કરોડની છેતરપિંડી
મોરબી જીલ્લામાં વધુ એક વેપારી શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરી વધુ નફો મેળવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ટંકારાના વેપારી યુવકે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોતાના સાથે થયેલ ઠગાઇ બાબતે ૨ વોટ્સએપ કોલ કરનાર મોબાઇલ નંબર ધારક તથા ૧૩ બેંક ખાતા ધારક સહિત ૧૫ આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર ટંકારામાં ઇન્દ્રપ્રસ્ત સોસાયટી-૩ માં રહેતા ભાસ્કરભાઇ જસમતભાઇ સંઘાણી ઉવ.૩૩ નામના વેપારી યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી તરીકે (૧)વોટસએપ નંબર ૭૫૫૮૬ ૬૪૯૨૯ (૨)૭૦૭૮૫ ૪૧૨૯૨ ના ધારક તથા (૩)SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42681624602 ધારક, (૪)PNB BANK બેંક એકાઉન્ટ નંબર 1590202100000738, (૫)AXIS BANK ACCOUT NO 922020007402677, (૬)KOTAK BANK બેંક એકાઉન્ટ નંબર 1548181718, (૭)HDFC BANK બેંક એકાઉન્ટ નંબર 99988050803959, (૮)AXIS BANK બેંક એકાઉન્ટ નંબર 923020014083644, (૯)ICICI BANK બેંક એકાઉન્ટ નંબર 204105002029, (૧૦)BANK OF MAHARASTRA બેંક એકાઉન્ટ નંબર 60490722495,(૧૧)RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 409002006322, (૧૨)RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 409002093766 (૧૩)YES BANK બેંક એકાઉન્ટ નંબર 4963400004172, (૧૪)SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42712599671, (૧૫)SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42975383219 ના ધારક તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૩ એપ્રિલ ૨૦૨૪ થી તા.૦૫ જુલાઈ ૨૦૨૪ દરમ્યાન ઉપરોક્ત આરોપીઓએ ગુન્હાહીત કાવતરૂ રચી ભાસ્કરભાઇને શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી હતી. ત્યારે વોટ્સએપમાં કોલ કરી ભાસ્કરભાઇનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ભાસ્કરભાઇના કુલ રૂ.૧,૧૮,૦૦,૦૦૦/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી ભાસ્કરભાઇ સાથે ગુન્હાહીત વિશ્વાસધાત છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા હાલ સાયબર ક્રાઇમ પોલીસે ઉપરોક્ત આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની અલગ કલમ તથા આઇટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે