ARAVALLIGUJARATMEGHRAJ

મોડાસા ખાતે આવેલ ફાઈનાન્સનો કર્મચારી ગ્રામ્ય વિસ્તારની મહિલાને લઇ રફુચક્કર થયો, ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે જણવાજોગ દાખલ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા ખાતે આવેલ ફાઈનાન્સનો કર્મચારી ગ્રામ્ય વિસ્તારની મહિલાને લઇ રફુચક્કર થયો, ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે જણવાજોગ દાખલ

મેઘરજ તાલુકાના અંતરિયાર વિસ્તારની ચકચાર ઘટના સામે આવી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પરણિત મહિલા ને મોડાસા ખાતે આવેલ સર્વ ગ્રામ શક્તિ ફાઇનાન્સનો કર્મચારી ભગાડી જતા હોવાના આક્ષેપો સાથે ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે ફાઇનાન્સ ના મેનેજર સહીત કર્મચારી સામે પતીએ જણાવાજોગ ફરિયાદ નોંધાઈ

તા ૧૯/૭/૨૪ ના રોજ ફરીયાદીની લેખિત અરજી અનુસાર જણાવ્યા મુજબ સવારે ૧૦.૩૦ વાગ્યા ના સમયે ફરિયાદી ઘરેથી નીકળી ને ટીંટોઈગામે હાઈસ્કુલમાં નોકરી ગયેલ હતો અને તે સમયે ઘરે મારા પોતાના મા-પિતા ખેતરમાં નિંદણ કરવા માટે ગયેલા હતા તેવા સમયે ફરિયાદીની પત્ની આશરે ૧.૩૦ વાગ્યાના સમયે ઘરમાં કોઈને કહ્યા વગર નીકળી ગયેલ અને ફરિયાદીના માતા અને પિતા સાંજે પ વાગ્યે ઘરે આવેલા તેવા સમયે પોતાની વહુ ઘરે જોવા મળેલ નહી જેથી ફરિયાદી ના માત પિતા એ આજુબાજુ તપાસ કરતાં જાણવા મર્યું હતું કે ગામમાં સર્વ ગ્રામ શક્તિ ફાઈનાન્સના ફરજ બજાવતો કર્મચારી માણસ આવે છે તે તેની મોટરસાઈક ઉપર બેસાડી ને લઈને જતો હતા તેવું જાણવા મળેલ તેવી ફરિયાદીને આ વાતની જાણ થયેલ ફરિયાદીની પત્નીના ફોન ઉપર ફોન કરતાં તે ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી સગા સબંધીમાં શોધ ખોળ કરવામાં આવેલ અને ફરિયાદી ની પત્ની કયાંય મળેલ નહી.વધુમાં આ અગાઉ ફાયનાન્સરનો કર્મચારી ઘરે ફાઈનાન્સના હપ્તા ઉઘરાવવા માટે આવતા હતા અને આ કર્મચારી સાથે પત્ની સાથે આડા સબંધો હોવાની જાણ થયેલ જેને લઇ ઘણીવાર ઠપકો આપેલો તેવા સમયે આ કામનાએ ફરીયાદીને ધમકી આપતો કહેતો હતો કે તને તો હું પતાવી દઈશ અને તારી પત્ની નેતો હું ઉઠાવી લઈ જવાનો છું તેવુ અમો ફરીયાદી ને કહેતો હતો જે બાબતે બ્રાન્ચ મેનેજરને રજુઆત કરેલી કે તમારા ફીલ્ડના સાહેબ અમારે ત્યાં આવે છે અને પૈસા ઉઘરાવવા આવે છે અને તેમનું વર્તન સારું નથી જેથી તેમની બદલી કરી નાખો તેવું જણાવેલ તેમ છતાં આ કામના કર્મચારીની બદલી કરેલ નહી અને કહેતા હતા કે તમારા વિસ્તારમાં કર્મચારી ને પૈસા ઉઘરાવવા માટે સોપેલ છે જેથી કર્મચારી પૈસા ઉઘરાવવા માટે આવશે અને તમારી પત્નીને ઉઠાવી લઈ જશે તો પણ અમારી ફાઈનાન્સ નું તમે કશુ તોડી લેવા ના નથી તેમ કહેલ અને ફરીયાદી ને ધમકીઓ આપતા હતા અને કહેતા હતા કે અમારા જે ફીલ્ડ ઓફીસર આવે છે તેમને તમે કશું કર્યું છે તો તમારી સામે ફરીયાદ કરીશું એવી ધમકીઓ આપતા હતા.તેમ કહેલ આમ ફરિયાદી ને ખોટી ધમકી આપી પોતાની પત્ની ને ભગાડી જવા માં મદદ કરેલ હોય અને કર્મચારીઓ દ્વારા મહીલાઓના જુથ બનાવી પર્સનલ લોન આપી ફાઈનાન્સ ના નામે અનેક મહીલાઓ સાથે ગંદા વ્યવહારો કરતા હોઈ આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવા બાબતે ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ અરજી આપવા આવી હતી

Back to top button
error: Content is protected !!