Rajkot: દેવગામ, ખીરસરા ખાતે રસ્તાઓના ખાતમુહૂર્ત કરાયા

તા.૨૧/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સુગમ રસ્તાઓ પરિવહન ક્ષેત્રે વિકાસની પહેલી જરૂરિયાત, રાજય સરકાર આંતર માળખાને સુદૃઢ બનાવવા કટિબદ્ધ- મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
Rajkot: સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા વાગુદડ, દેવગામ અને ખીરસરા ખાતે રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સુગમ રસ્તાઓ એ પરિવહન ક્ષેત્રે વિકાસની પહેલી જરૂરિયાત છે. રાજય સરકાર આ માટે કટિબદ્ધતાપૂર્વક સતત દરકાર લઈ નવા રસ્તાઓના નિર્માણ અને હયાત રસ્તાના રીસર્ફેસિંગ સાથે રાજકોટ જિલ્લાના આંતર માળખાને સુદૃઢ બનાવવાનું કાર્ય કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોધિકા તાલુકામાં અંદાજે રૂ. ૯૦ લાખના ખર્ચે સ્ટેટ હાઇવેથી ખીરસરાથી પ્રકૃતિ ફાર્મને જોડતો અંદાજે ૨(બે) કી.મી.લંબાઈ અને ૩.૭૫ મીટર પહોળાઇનો રસ્તો, રૂ. ૩. ૪૦૦ લાખના ખર્ચે સ્ટેટ હાઇવેથી દેવગામ અભેપર સુધી ૮ કી.મી. લંબાઈ, ૩.૭૫ મીટર પહોળાઈનો રોડ અને આશરે ૩.૨૫૦ લાખ નેશનલ હાઈવે થી વાગુદડ સુધી ૫ કી.મી. લંબાઈ ૩.૭૫ મીટર પહોળાઇ ધરાવતો રોડ બનાવવામાં આવશે. જેમાં મેટલ કામ, ડામર કામ, નાળાની કામગીરી, પ્રોટેકશન વર્ક તથા રોડ ફર્નીશીંગ વર્ક કરવામાં આવશે.
આ તકે અગ્રણી શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી મનહરભાઈ બાબરીયા, શ્રી મોહનભાઈ દાફડા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





