
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ મોટી દબાસ ગામના વતની શ્રી જીતેશભાઇ સિતારામભાઇ જાદવ, જેઓનું ગત દિવસોમાં વન્યપ્રાણીના હુમલાંને કારણે મોત નિપજ્યુ હતું. જેઓનો મૃતદેહ PF ૧૫૩ વાસુર્ણા ગામની સિમ માંથી મળી આવ્યો હતો. જેથી ચિખલી રેંજ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતકના વારસદાર ને ચેક સહાય આપવામાં આવ્યો હતો.
તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલે મૃતક પરિવારને મળીને સાંત્વના આપી હતી. તેમજ મૃતક ના વારસદાર શ્રીમતી મીરાબેન જીતેશભાઇ જાદવને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ રૂા.૧૦,૦૦,૦૦૦/-ની સહાયનો ચેક વિતરણ કર્યો હતો. આ પ્રસંગે સામજીક આગેવાનો હિરાભાઇ રાઉત, સુભાસભાઇ ગાઇન તેમજ ચિખલી રેંજના આર.એફ.ઓ સરસ્વતીબેન સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.





