
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે બાળમેળો યોજાયો. શિક્ષણ નીતિ ૨૦૨૦માં બાળકના સર્વાંગી વિકાસ માટે સહઅભ્યાસિક પ્રવૃતિઓને અભ્યાસ જેટલુ જ મહત્વ આપવામાં આવ્યુ છે. જે અંતર્ગત તારીખ ૦૧ થી ૧૫ જુલાઇ ૨૦૨૫ દરમિયાન GCERT દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ ૧ થી ૫ ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગ રૂપે નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે આચાર્ય અનિતાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૫ ના ૯૮ જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.



