SABARKANTHA

જુના/નવા મોબાઇલ ફોન અને સીમ કાર્ડના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવાના રહેશે

જુના/નવા મોબાઇલ ફોન અને સીમ કાર્ડના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવાના રહેશે

***********************

રાજયમાં બનતા ગુન્‍હાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્‍હાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્‍હાઓ શોધી કાઢવા માટે ગુન્‍હામાં વપરાયેલ અથવા થયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્‍હાના મુળ સુધી પહોંચવા પ્રયત્‍નો કરવામાં આવે છે.

ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્‍યારે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્‍યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્‍હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલ ટ્રેકીંગ કરી અને ગુન્‍હાના મુળ સુધી પહોંચે ત્‍યારે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્‍યકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી.

આ બાબતે કોઇ વ્‍યકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્‍ડ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્‍તુત બાબતે આવા ગુન્‍હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્‍યો તે જાણવું જરૂરી જણાતા જિલ્‍લાના મેજિસ્‍ટ્રેટ અને કલેકટરશ્રી નૈમેષ દવેને મળેલ સત્તાની રૂએ સમગ્ર જિલ્‍લામાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામુ નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્‍ટરો નિભાવવાનો હુકમ જારી કર્યા છે.

જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્‍ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્‍ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. આ હુકમ તાત્‍કાલિક અસરથી અમલમાં રહેશે. આ હુકમ ૩૦ ઑગસ્ટ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય દંડ સહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!