
બાળક એ ફૂલ છે અને શિક્ષક એનો માળી છે આ બાળ પુષ્પમાં જ્ઞાનના રંગો અને સંસ્કારની સુગંધ ભરે તેમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા ન્યુ એરા પ્રોફેસર એકેડેમી દ્વારા અનેક પ્રવૃત્તિઓ પૈકી આજરોજ બાળમેળાનું આયોજન કરવામાં આવેલું હતું કેશોદનાં વેરાવળ બાયપાસ હાઈવે પર આવેલા ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત દ્વારા કરવામાં આવેલી હતી ત્યારબાદ મુખ્ય મહેમાન પંચાળા સ્વામી મંદિરના શ્રી ઘનશ્યામ ચરણ દાસજી અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું સ્વામીજીએ જણાવેલ કે બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ શિક્ષણ આપવા કરતા પણ વિશેષ મહત્વ ધરાવે છે તેમ જ રણવીર પરમાર દ્વારા પણ પોતાના પ્રવચનમાં જણાવેલ કે આવા પ્રયાસોથી બાળકોની શક્તિઓ ખૂબ જ ખીલે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે આ કાર્યક્રમ ને સ્વામી દ્વારા રીબન કાપી ખુલો મુકવામાં આવ્યો હતો. બાળમેળામાં વિવિધ ભારતીય સંસ્કૃતિના ઉજાગર કરતા સ્ટોલ તેમજ વિશિષ્ટ ગામડું ઊભું કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં કુલ 36 જેટલી કૃતિઓ ધોરણ 1 થી 5 ના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં 139 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો હતો આ બાળમેળાનું વિશિષ્ટ આકર્ષણ બાળકો દ્વારા ઊભું કરવામાં આવેલું ગામડું, અદાલત જીવંત પ્રસારણ તેમજ બાળકો દ્વારા પર્યાવરણને લગતા વિવિધ સ્ટોલ હતા કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ બાલસ દ્વારા કરવામાં આવેલું હતું જ્યારે આભાર વિધિ શાળાના આચાર્ય વિક્રમ બાલસ દ્વારા કરવામાં આવેલ…
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




