BAYADGUJARAT

બાયડ તાલુકાની આંબા ગામ પ્રાથમિક શાળા ખાતે 79 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે રંગારંગ કાર્યક્રમ યોજાયો

કિરીટ પટેલ બાયડ

ભારત 79માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યોછે ત્યારે દેશભરમાં દેશભક્તિમય માહોલ જોવા મળી રહે છે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુછે જેમાં આપણા સ્વાતંત્ર સેનાનીઓના બલિદાન અને આપણા દેશની રક્ષાકાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા આપણા બહાદુર વીર જવાનોને યાદ કરવામાં આવી રહ્યા છે બાયડ તાલુકાની આંબા ગામ પ્રાથમિક શાળા ખાતે 79મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને રંગારંગ સ્વતંત્ર ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે આંબા ગામ ગ્રામ પંચાયતના સરપંચ બાલાજી બાલાજી ઝાલા તેમજ જીતુભાઈ પટેલ રણજીતસિંહ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો અને ગામના તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીનો હેતુ યુવા પેઢીમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે આ પવિત્ર અવસરે આપણા મહાન સ્વાતંત્ર સેનાનીઓના બલિદાનને યાદ કરીને એક મજબૂત સમૃદ્ધ અને સશક્ત ભારતનું નિર્માણ કરવાનું સંકલ્પ કર્યો હતો

Back to top button
error: Content is protected !!