હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલી રામદેવ પોલીમર્સ કંપનીમાં હાલોલ પાલિકા,જીપીસીબી અને પોલીસની સંયુક્ત રેડ, 35 લાખથી વધુની કેરી બેગનો મુદ્દામાલ જપ્ત.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૩.૨૦૨૫
હાલોલ ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક કેરી બેગ બનાવતી ફેકટરીમાં હાલોલ પ્રાંત અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક હાલોલ,ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારી તેમજ હાલોલ નગર પાલિકના ચીફ ઓફિસર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી છાપો મારતા અંદાજિત ૩૦ થી ૪૦, ટન જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ પ્લાસ્ટિકના દાણા નો રૂપિયા 35 લાખનો જથ્થો ઝડપી પાડી કાયદેસર ની કર્યવાહી હાથ ધરતા આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે શુક્રવારના રોજ હાલોલ પ્રાંત અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક હાલોલ,ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારી તેમજ હાલોલ નગર પાલિકના ચીફ ઓફિસર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી હાલોલ ના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક કેરી બેગ બનાવતી રામદેવ પોલીમર્સ કંપનીમાં છાપો માર્યો હતો.120 થી ઓછી માઇક્રોનનો જથ્થો મળી આવતા આ કાર્યવાહી બાદ હાલોલ નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ કાર્યવાહી દરમિયાન કુલ જપ્તી ૫૩૨૫, કિલો ઝભલા ૩૬૮૨૫ કિલો દાણા જેની બજાર કિંમત ૩૫,૩૬,૨૫૦/- રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.જ્યારે આજની કાર્યવાહી બાદ જીપીસીબી હાલોલ એકમ દ્વારા રામદેવ ઇન્ડસ્ટ્રીઝ સામે કાયદેસરની કાર્યવાહી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.








