GUJARATHALOLPANCHMAHAL

હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને જીએસટી બચત ઉત્સવ અંતર્ગત વ્યાપારી સંમેલન યોજાયું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧૦.૨૦૨૫

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વમાં NEXTGENGST સુધારાના નિર્ણય નો સમગ્ર દેશ ઉત્સવ તરીકે ઉજવી રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર તેમજ હાલોલ તાલુકાના સંયુક્ત ઉપક્રમે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને તેમજ ગોધરા સીટી બેંકના ચેરમેન કેતનભાઈ પરીખ વક્તાના સ્થાને જીએસટી બચત મહોત્સવ કાર્યક્રમનું આયોજન હાલોલ તાલુકા પંચાયત કચેરી કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જીલ્લા સહકારી સંઘના ડિરેકટર મયુરધ્વજસિંહજી પરમાર, હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ, ગોધરા નગરના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ દસાડીયા,ભાજપા હાલોલ નગર તેમજ હાલોલ તાલુકાના સૌ કાર્યકર્તાઓ તથા સૌ વ્યાપારી સંગઠનના સૌ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!