GUJARATMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાલપર નજીક કંપનીમા ડુપ્લીકેટ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી બેગોનુ સેલીંગ કરતી કંપનીનો પર્દાફાશ 

 

MORBI:મોરબીના લાલપર નજીક કંપનીમા ડુપ્લીકેટ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી બેગોનુ સેલીંગ કરતી કંપનીનો પર્દાફાશ

 

 

મોરબી જીલ્લામાં અગાઉ પણ કંપનીમા ડુપ્લીકેટ ટ્રેડમાર્કનો દૂર ઉપયોગ કરી વસ્તુઓનુ વેચાણ કરવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે વધુ એક વખત મોરબીના લાલપર ગામ નજીક આવેલ એ.બી.એસ. બિલ્ડ ઇન્ડિયા નામનાં કારખાનામાં અમદાવાદની પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીના ટ્રેડમાર્કનો દૂર ઉપયોગ કરી કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળી બેગમા પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીના નામનું રો મટીરીયલ ભરી તેનું બજારમાં સસ્તા ભાવે વેચાણ કરી કંપનીને આર્થીક નુકસાન કરતા હોય જેથી રેઇડ દરમ્યાન સ્થળ કિં રૂ‌.૧૫,૧૮,૪૮૫ નો મુદામાલ મળી આવતા ત્રણ ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ અમદાવાદ -૩૩ અરીહંત જૈનનગર પાલડી ફતેપુરામા રહેતા અને વેપાર કરતા મલયભાઈ યોગેશભાઈ શાહ (ઉ.વ.૩૫ )એ આરોપી શીરીષભાઇ અમરશીભાઇ ચારોલા (ઉ.વ.૩૪) રહે. મોરબી કન્યાછાત્રાલય રોડ સરદાર નગર-૨ મારૂતી નંદન એપાર્ટમેન્ટ બ્લોકનં -૩૦૨ મોરબી મુળ રહે.રાજપર તા.જી.મોરબી , અનિલભાઇ હરીભાઇ બાવરવા (ઉ.વ.૪૮) રહે.મોરબી જી.આઇ.ડી.પાછળ ચિત્રકુટ -૩ તા.જી. મોરબી મુળ ગામ બરવાળા તા.જી.મોરબી, મયુરભાઇ જયસુખભાઇ સાંગાણી રહે.મહેંદ્રનગર તા.જી.મોરબી તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીની પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની બેગો બનાવી આ કંપનીના નામે ગેરકાયદેસર રીતે ટ્રેડમાર્કનો દુર ઉપયોગ કરી કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળી બેગમાં કંપનીના નામનુ રો મટીરીયલ ભરી તેનુ બજારમાં સસ્તાભાવે વેચાણ કરી કંપનીને આર્થિક નુકશાની કરી રેઇડ દરમ્યાન આરોપી શીરીસભાઈ તથા અનિલભાઈ એ પોતાના કબ્જા ભોગવટા વાળા સેડમાં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ માર્કાની ૨૦ કે.જી.ની ભરેલી T01 ની મટીરીયલ્સ ભરેલ સીલ બંધ બેગ નંગ-૯૦ કિ.રૂ.૬૬,૧૫૦/- તથા T02 માર્કાની મટીરીયલસ ભરેલ શીલ બંધ બેગી નંગ-૧૯૬૧ કિ.રૂ. ૧૪,૪૧,૩૩૫/- તથા T01 માર્કાની ખાલી બેગ નંગ-૧૭૦ કિ.રૂ.૧૭૦૦/- તથા T02 માર્કાની ખાલી બેગ નંગ-૧૨૦૦ કિ.રૂ.૧૨૦૦૦/-તથા પ્રિંટીંગ મશીન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા શિલાઇ મશીન દોરાસાથેનુ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૧૮,૪૮૫/- નો મુદામાલ મળી આવતા તેમજ આરોપી મયુરભાઈએ તેઓને આ બેગ તૈયાર કરાવી આપી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કોપી રાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ-૬૩,૬૫ તથા ટ્રેડ માર્ક એક્ટ ૧૯૯૯ ની કલમ-૧૦૩, ૧૦૪, ૧૦૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!