ઘાસ કાપવા ગયેલ ઝઘડિયા તાલુકાના અવિધા ગામનો ખેત મજૂર ભૂંડવા ખાડીના પ્રવાહમાં તણાયો
ખાડીમાંથી પસાર થતી વેળા પગ લપસી જતા તણા
ગતરોજ ઝઘડિયા પંથકમાં અવિરત વરસતા વરસાદ તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતી તમામ નાની મોટી ખાડીઓ બંને કાંઠે વહેતી હતી, ગતરોજ ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રહેતા ખેત મજૂર નરસિંહભાઈ જગાભાઈ સોલંકી ઘાસ કાપવા માટે બપોરના સમયે ભુડવા ખાડી વગામાં ગયા હતા, તે વખતે ખાડી પસાર કરતી વેળા નરસિંહભાઈ નો પગ લપસી ગયો હતો તે સમયે ખાડીમાં ચાલતા પ્રવાહમાં નરસિંહભાઈ તણાઈ ગયા હતા. આ બાબતની જાણ તેમના દીકરાને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાથી નરસિંહભાઈ ની શોધખોળ કરેલ પરંતુ કોઈ જગ્યાએ મળેલ નહીં, ઘટનાને ૨૪ કલાક બાદ પણ નરસિંહભાઈનો કોઈ હતો પત્તો લાગ્યો ન હતો, આ બાબતે નરસિંહભાઈના પુત્ર હિતેશ નરસિંહભાઈ સોલંકી રાજપારડી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવી છે.
ઈરફાન ખત્રી
રાજપારડી



