BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના હરીપુરા મેન રોડ પર બસ સ્ટેન્ડ બનાવા અને બસ માટે વિધાર્થીઓને પડતી અગવડ માટે સાંસદને રજૂઆત

ઝઘડિયા તાલુકાના હરીપુરા મેન રોડ પર બસ સ્ટેન્ડ બનાવા અને બસ માટે વિધાર્થીઓને પડતી અગવડ માટે સાંસદને રજૂઆત

 

 

 

 

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા મેન રોડ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી સાથે સવારે રાજપીપલાથી આવતી બસ પેસેન્જરોથી ફુલ હોવાના કારણે વિધાર્થીઓને ભરૂચ, ઝઘડિયા અને રાજપારડી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી, હરીપુરા, ઉચ્છબના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપલાથી ભરુચ માટે બસ તો આવે છે પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી જેના જેથી બસ સ્ટેન્ડ પર ઊભી રાખવામાં આવતી નથી જેના કારણે રોજ-અપ ડાઉન કરતા હરીપુરા, રાજપરા,ઉચ્છબ,અને રૂપાણીયા મળી ચાર ગામના વિધાર્થીઓને મજબૂર થઈ પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડી છે જેથી વધુ એક બસ ઉમલ્લા, હરીપુરા, રાજપારડી, ઝઘડિયાથી ભરૂચના રૂટ પર ચાલુ કરવા માટે તેમજ હરીપુરા મેન રોડ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત ભરુચના સાંસદ મનસુખ વસાવાને ગ્રામજનો દ્વારા કરવા આવી છે આગળ ચોમાસુ આવી રહ્યું છે જેથી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી રાહત મળી શકે છે, ઉચ્ચબ ગામના જાગૃત નાગરિક યશવંત સિંહ છાસટીયા તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરીપુરા મેઈન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા અને રાજપીપળા ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!