GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના માનસર ગામે ઔષધી વન બનાવવામાં આવ્યું

MORBI:મોરબી તાલુકાના માનસર ગામે ઔષધી વન બનાવવામાં આવ્યું

 

 

oplus_0

મોરબી તાલુકાના માનસર ગામે 185 મુ ઔષધી વન બનાવવામાં આવી રહ્યું છે જેમાં 300 વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

oplus_0

પરિશ્રમ ઔષધી વનના માધ્યમથી મોરબી તાલુકાના માનસર ગામમાં 185 મુ ઔષધી વન બનવા જઈ રહ્યું છે ત્યારે આ વન બનાવવાનો તમામ ખર્ચ પર્યાવરણ પ્રેમી હિતેષભાઈ મગનભાઈ પાડલીયા દ્વારા આપવામાં આવી રહી રહ્યો છે. મોરબી જીલ્લામાં મોરબીવાસિઓનો ઔષધી પ્રત્યે જુકાવ સતતને સતત વધી રહ્યો છે. તેમજ આવનાર પેઢીઓ માટે જરૂરી એવા સંસ્કાર, સંસ્કૃતિ અને સ્વસ્થનુ એક ઉત્તમ ઉદાહરણ ઔષધી વન થકી પુરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ વન ઔષધી વન બનાવવામાં યુવાનો અને વડીલો મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે. ત્યારે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં માનસર ગામના સરપંચ જુના માનસર ગામ ના મંદિર ના મહંત હરગોવિંદ બાપુ, માનસર ગામ ના સંરપચ જીતુભાઈ ઠોરીયા , મંત્રી રવિભાઈ કુવાડીયા , પ્રફુલભાઈ બોપલીયા , હિરેનભાઈ દેથરીયા, અંબારામ ભાઈ ઠોરીયા, પ્રેમજીભાઈ બોપલીયા , હરેશભાઈ બોપલીયા, કેશુભાઈ મેરજા, ભાણજી ભાઈ ચિખલીયા, મઘુભાઈ દેત્રોજા , હસમુખભાઈ દેથરીયા,નરેભેરામ ભાઈ ઠોરીયા ,કરશનભાઈ સુરેલા ,શૌલેષભાઈ રાજપરા , સંદિપ ભાઈ મેરજા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ વૃક્ષારોપણ કાર્યક્રમ 300 વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

oplus_0

Back to top button
error: Content is protected !!