
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: પોલિસનો યુનિફોર્મ પહેરી ASI તરીકે ઓરખાણ સાથે ,પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી 6 યુવકો સાથે છેતરપિંડી આચરનાર શખ્સ સામે ફરિયાદ
સમગ્ર ગુજરાતની અંદર હાલ નકલીની બોલબાલા વધી છે જેની અંદર નકલી હાઇકોર્ટ થી લઈને નકલી સિંચાઈ કચેરીઓ તેમજ નકલી અધિકારીઓ સહીત નકલી ટોલટેક્સ જેવી અનેક નકલી બાબતોની અંદર ગુજરાત હવે અવ્વલ સ્થાન જાય તેવી પરિસ્થિતિ પેદા થતી જોવા મળી રહી છે હવે નકલી પોલીસની ઓળખાણ આપી યુવકો ને નોકરી લગાવવાની લાલચ આપી છેતરપિંડી કર્યાના આક્ષેપો સાથે વધુ એક ફરિયાદ નોંધાવી છે
અરવલ્લી જિલ્લાની અંદર બાયડ તાલુકાના આંબલીયારા ગામના શખ્સે પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખાણ આપી,ગાંધીનગર ખાતેની વિવેકાનંદ એકેડમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે 6 યુવકો પાસેથી રૂ.13,50 લાખ લઈ છેતરપિંડી આચરનાર,આંબલીયારા ગામના નીમેશ ચૌહાણ અને તેના પિતા અશોકભાઇ ધુળાભાઈ ચૌહાણ વિરુદ્ધ બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.યુવક પોલીસ યુનિફોર્મ પહેરીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં નોકરી કરતાં હોવાની અને પોલીસ બનીને અવારનવાર પોતાના પિતાના સાથે વાત કરાવી રૂપિયા પડાવતો હોવાના આરોપસર ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.




