ARAVALLIGUJARATMODASA

મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનના PSI પી પી ડાભી તેમજ અન્ય પોલિસ કર્મચારીઓ સામે વકીલને માર મારવા મામલે ફરિયાદ નોંધાઈ 

અરવલ્લી: મોડાસાના જાણીતા વકીલને માર મારવાના મામલે ત્રણ દિવસે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનના PSI પી પી ડાભી તેમજ અન્ય પોલિસ કર્મચારીઓ સામે વકીલને માર મારવા મામલે ફરિયાદ નોંધાઈ

અરવલ્લી: મોડાસાના જાણીતા વકીલને માર મારવાના મામલે ત્રણ દિવસે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસ પહેલા બનેલી વકીલ પર પોલીસના હુમલાની ઘટના હવે નવા વળાંક પર પહોંચી છે. મોડાસાના જાણીતા વકીલ ગોપાલ ભરવાડ પર થયેલા હુમલા મામલે હવે અધિકૃત ફરિયાદ નોંધાઈ છે.મોડાસા ટાઉન પોલીસ મથકે પીડિત વકીલ ગોપાલ ભરવાડે પી.એસ.આઈ. ડાભી સહિત અન્ય પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મારપીટ કરવી, મોબાઈલ ઝૂંટવી લેવો, તેમજ ધમકી આપવી જેવા આક્ષેપો સાથે ગુન્હો નોંધાયો છે.ઘટના ત્રણ દિવસ પહેલા મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન એ બની હતી,જ્યાં પોલીસ અને વકીલ વચ્ચે વિવાદ સર્જાયો હતો.જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ વકીલ ઈસમ જોડે પોલિસ સ્ટેશન પોહચેલ અને ત્યાં ઈસમ ના કહેવા મુજબ ફરિયાદ ન નોંધાતા મામલો ખીચાકાયો હતો.ત્યાં ઈસમે સ્ટેટ પોલિસ ફરિયાદ પર ફોન કરી રજુઆત કરેલ અને ત્યાં કહેલ કે જિલ્લા કંટ્રોલ પર જાણ કરશો.ત્યાર પછી કંટ્રોલ રૂમ પર ફરિયાદ નોંધાવ આવેલ ઈસમે ફોન કરેલ અને પછી તે ફોન પી ઓ સો ના ટેબલ પર બેઠેલ પી એસ આઈ ડાભી બેઠેલ તેમણે જિલ્લા કંટ્રોલરૂમનો ફોન આપેલ અને પછી વકીલે કહેલ કે કે આ ઈસમ જે પ્રમાણે કહે તેમ ફરિયાદ નોંધી લો પછી ડાભી પી એસ આઈ એ વકીલ ને કહેલ કે મારે તારું કામ છે તેમ કહીં ગ્રાઉન્ડફ્લોર પર છેલ્લી રૂમમાં લઇ ગયેલ અને અન્ય ચાર પોલિસ કર્મચારીઓ પણ આવેલા અને એક કર્મચારીએ રૂમનો દરવાજો બંધ કરી બંધક બનાવી માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વકીલ સાથે મારપીટ કરાઈ હોવાનું કહેવાય છે. આ ઘટનાએ અરવલ્લી બાર એસોસિયેશન સહિત રાજ્યભરના બાર એસોસિયેશનોમાં ઉગ્ર પ્રત્યાઘાત પેદા કર્યો હતો.અને વકીલો નો વિરોધ યથાવત જોવા મળ્યો હતો વકીલો દ્વારા ઘટનાના વિરોધમાં કોર્ટ પરિસરમાં નારાજગી વ્યક્ત કરી હતી અને કામકાજ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો

બાર એસોસિયેશને આરોપી પોલીસકર્મીઓ સામે કડક પગલા લેવાની માંગણી કરી હતી.અંતે ત્રણ દિવસની ચર્ચા અને વિરોધ બાદ આખરે પીડિત વકીલ દ્વારા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા મામલો વધુ ગંભીર વળાંક પર ગયો છે. હવે તપાસના પગલે પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે.સૂત્રો મુજબ, ઉચ્ચ અધિકારીઓએ આ મામલે રિપોર્ટ તલબી કરી વધુ કાર્યવાહી અંગે સૂચના આપી છે.આમ મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન ના પી એસ આઈ ડાભી તેમજ અન્ય પોલિસ કર્મચારીઓ સામે ગુન્હો દાખલ કરતો હવે પોલિસ બેડામાં ચકચાર જોવા મળી રહયો છે

Back to top button
error: Content is protected !!