Dhoraji: ધોરાજી તાલુકાના ૫૪ લોકોને ભારે વરસાદના કારણે સ્થળાંતરિત કરાયા
તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લામાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને સલામતસ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે તા. ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૧૧.૩૦ કલાકની સ્થિતિ સુધીમાં ધોરાજી શહેરના ૨ બાળકો, ૧ મહિલા અને ૩ પુરુષો મળી કુલ ૬ નાગરિકોને તાલુકા શાળા નંબર ૩ અને ૬ બાળકો, ૭ મહિલાઓ અને ૧૨ પુરુષો મળીને કુલ ૨૫ નાગરિકોને સગા-સંબંધીના ઘરે સ્થળાંતર કરાયા હતા. તેમજ ધોરાજી તાલુકાના ભોળા ગામના ૨ મહિલાઓ અને ૪ પુરુષો મળી કુલ ૬ નાગરિકો, છાડવાવદર ગામના ૨ બાળકો, ૩ મહિલાઓ અને ૪ પુરુષો મળી કુલ ૯ નાગરિકો તથા ભોલગામડા ગામના ૩ મહિલાઓ અને ૫ પુરુષો મળી કુલ ૮ નાગરિકોને સગા-સંબંધીના ઘરે મોકલાયા હતા. આમ, કુલ ૫૪ લોકોને ભારે વરસાદના કારણે સ્થળાંતરિત કરાયા હતા, તેમ ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખીયાની યાદીમાં જણાવાયું છે.