BHARUCHJAMBUSAR

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પોલીસ વડા ડો.લીનાપાટીલ ની ઉપસ્થિતિ મા”લોક દરબાર” યોજાયો

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પોલીસ વડા ડો.લીનાપાટીલ ની ઉપસ્થિતિ મા”લોક દરબાર” યોજાયો.
જંબુસર પોલીસ સ્ટેશન નુ જિલ્લા પોલીસ વડા ડો.લીનાપાટીલ ધ્વારા વાર્ષિક ઈન્સપેકશન કરવામા આવ્યુ હતુ. તેમજ લોકદરબારનું આયોજન સર્કીટ હાઉસ ખાતે ડી. વાય. એસ. પી. પી.એલ. ચૌધરી, અને જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એન.રબારી ની ઉપસ્થિતિ મા કરવામા આવ્યુ હતુ. જેમા જીલ્લા પોલીસ વડા ડો.લીનાપાટીલે જણાવ્યુ હતુ કે તાલુકાના છેવાડા નો વ્યક્તિ અને જાહેર જનતા ને ધ્યાને લઇ લોકો પોલીસના સીધા સંપર્કમાં આવે અને લોકોના પ્રશ્નો રજુ કરે, પોલીસ પ્રજાનો મિત્ર બની સમાજ માં પોલીસ ના ડરનો જે એક ખોફ છે તે દૂર થાય એ હેતુથી લોક દરબાર યોજવામાં આવ્યો છે.લોકદરબાર મા જંબુસર નગરના અગ્રણીઓ અને હિન્દુ, મુસ્લિમ તમામ સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા.ડી.એસ.પી. ડો.લીનાપાટીલ એ પ્રજાના પ્રશ્નો સાંભળી સારો પ્રતિસાદ આપ્યો હતો. અને એક વર્ષ અગાઉ યોજાયેલ લોક દરબાર ને યાદ કરી ને પોલીસ અધિકારીઓમાં જંબુસર એટલે અતિ સંવેદનસીલ વિસ્તારનો જે હાઉ હતો તે દૂર થયો છે તેમ ઉપસ્થિત અગ્રણીઓ ને જણાવ્યુ હતુ.તમામ ધર્મના અને દરેક સમાજના લોકો ને સુલેહ, શાંતિ અને ભાઈચારા થી રહેવાની જિલ્લા પોલીસવડાએ હાકલ કરી હતી.
જંબુસર પોલીસ સ્ટેશન મા વાર્ષિક ઇન્સપેક્શન તથા સર્કિટહાઉસમાં લોકદરબાર તેમજ પૂર્ણ કરી જીલ્લા પોલીસ વડા ડો.લીનાપાટીલે જંબુસર તાલુકા ના વાવલી અને અણખી ગામે અનુસૂચિત જાતિ સમાજના લોકોની મુલાકાત લઇ તેઓના પ્રશ્નો સાંભળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. લોકદરબાર મા જંબુસર નગરના ભાજપ ના અગ્રણી ભાવેશભાઈ રામી એ મીઠાની ફરતી ઓવરલોડ ગાડી ઉદભવતા પ્રશ્ન ની રજુઆત કરી હતી. જે સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષકે મીઠાની તેમજ તમામ ઓવરલોડ ગાડીઓ ડિટેઇન કરવાની સૂચના આપી હોવાનુ જાણવા મળેલ છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!