GUJARATSABARKANTHA

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હોદ્દેદારો ની અટકાયત કરવામાં આવતા આજે સાબરકાંઠા કલેકટર સાહેબશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું..

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હોદ્દેદારો ની અટકાયત કરવામાં આવતા આજે સાબરકાંઠા કલેકટર સાહેબશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું..

આજે તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૪ નાં રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બંજરગ દળ હિંમતનગર દ્વારા તાજેતરમાં સરકાર દ્વારા લેવાયલ નિર્ણય જેમકે ગુજરાતમાં 25000 જેટલા મંદિર તોડવાનાં વિરોધ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ માનનીય શ્રી ડોક્ટર પ્રવિણભાઇ તોગડિયાજીનાં સંગઠનના કાર્યકર્તાઓ તેમજ હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ગુજરાત મા તુટી રહેલાં મંદિરોના વિરોધમાં શાંત, લોકતાંત્રિક આંદોલન કરવા વાળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત નાં અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ બચુભાઈ લાડવા તથા ગૂજરાત સંયુક્ત મહામંત્રી રાજુભાઈ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે જેનો હીન્દુ સમાજ સખત વિરોધ દર્શાવે છે.
એ સંદર્ભ માં અટકાયત કરેલ હીન્દુ પદાધિકારીઓ નેં વહેલામાં વહેલી તકે મુક્ત કરવામાં આવે અને તોડવામાં આવેલ મંદિર નો નિર્ણય સરકાર પાછો ખેચે એ અનુસંધાને આજ રોજ સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું . જેમાં આર બી ડી જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, કરશનભાઈ પરમાર, દીનેશભાઈ સોનગરા,અનિલભાઈ વણઝારા, શૈલેષગિરિ ગોસ્વામી, વિષ્ણુભાઈ પટની,યક્ષભાઈ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!