GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ની વીર ન્યૂલુક સેન્ટ્રલ સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૧.૨૦૨૫

હાલોલ ના ગોધરા રોડ સ્થિત વીર ન્યૂલુક સેન્ટ્રલ સ્કૂલ ખાતે શાળા નો વાર્ષિક રમતોત્સવ ની ઉજવણી શાળાના આચાર્ય અને શાળાના ટ્રસ્ટી ના માર્ગદર્શન હેઠળ એચોઇસ ઓફ જોય ની થીમ સાથે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,હાલોલ શહેર ભાજપ પ્રમખ હરીશભાઈ ભરવાડ,ડો. નીરવ શાહ,અભિષેક ભંડારીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ મોટી સંખ્યા માં ઉપસ્થિત શાળાના વિધાર્થીઓ અને વાલીઓની હાજરીમાં દબદબાભરે ઉજવાયો હતો.કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇ શાળાના તેજસ્વી તારલાઓ તેમજ ખેલમહાકુંભ, કલા મહાકુંભ તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓને અને શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વાલીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.એચોઇસ ઓફ જોય ની થીમ હેઠળ યોજાયેલ આ વાર્ષિકોત્સવમાં શ્રેષ્ઠતમ એવી તમામ કૃતિઓનો ચિતાર કે.જી. વિભાગ થી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.જેમાં પ્રાર્થના,વેલકમ ડાન્સ, થીમ સોંગ, સહીત અનેક કૃતિઓ સંગીત ના સુર સાથે રજુ કરવામાં આવી હતી.જેને લઇ શાળાના બાળકો ની કલા તેમજ નૃત્ય દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.યોજાયેલ કાર્યક્રમ નું દિગ્દર્શન કોરિયોગ્રાફી નૃત્ય દિગ્દર્શક શાળાના શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મુખ્ય શિક્ષક તેમજ ટ્રસ્ટી ના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 10 ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!