
વિજાપુર સેનમા વાસમા રહેતા મહીલા ને પતિ સાસુ સસરા એ માનસિક ત્રાસ આપતા ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સેનમા વાસમા રહેતા મહીલા ને વિસનગર છોગાળા ગામે સાસરી મા પતિ સસરા સાસુ એ મારઝૂડ કરી મેણાં ટોણાં મારી માનસિક ત્રાસ આપતા યુવતી એ પોલીસ મથકે સાસરી પક્ષના ત્રણ જણા સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિજાપુર સેનમા વાસ મા રહેતા વિજયાબેન સેનમા ના લગ્ન વિસનગર ના છોગાળા ગામે દશ વર્ષ પૂર્વે થયા હતા. જેમાં તેમને હાલ મા આઠ વર્ષની દીકરી પણ છે. લગ્નની શરૂઆત મા સાસરી મા પતિ રાકેશ ભાઈ સાથે સારો સંબંધ હતો. જ્યારે તેમને દીકરી નો જન્મ થયા બાદ સાસરી માં સાસુ સસરા અને પતિ એ વાંધા વચકા કરી મારઝૂડ મેણાં ટોણાં મારી બોલવાનું શરુ કર્યું હતુ. જેમાં ઘણી વખત પતિ રાકેશ ભાઈએ બોલવા નુ શરૂ કરતા વિજયા બેન પોતાના પિયર આવી ગયા હતા. ત્યાર બાદ સામાજિક સમાધાન બાદ ફરી સાસરી માં રહેવા જતા ફરી મારઝૂડ કરતા તેઓ છેલ્લા ત્રણ મહિના થી પિયર મા આવી રહેછે તેમ છતાંય વારંવાર ની સાસરી પક્ષ માંથી પજવણી માનસિક ત્રાસ આપતા મહિલાએ સાસરી પક્ષના વિસનગર છોગાળા રહેતા પતિ રાકેશ કુમાર મફત લાલ સેનમા મફત લાલ મોહન લાલ સેનમા તેમજ ભીખી બેન મફત લાલ સેનમા સામે મારઝૂડ મેણાં ટોણાં માનસિક ત્રાસ ની સાસરિયાં સામે વિજયા બેન રાકેશ કુમાર સેનમા એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




