અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ધનસુરા પોલીસ સ્ટેશન વિરુદ્ધ, મહિલા સામે બિભસ્ત વર્તન કરનાર ફરજ પરના કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ
સમગ્ર મામલો એવો છૅ કે ધનસુરા તાલુકાના બુટાલ ગામના વતની ઓડ જસીબેન તેમના પતિવિરુદ્ધ ફરિયાદ નોંધવા જતાં ધનશુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ એ બિભશ્ય ભાષા નો ઉપયોગ કરી માંબેન સામું ગાળો બોલી તને અમારા મોટા સાહેબ સીધી કરશે તેમ કહી મહિલા પોલીસ બોલાવી મર મારવાની અને જેલ માં પુરી દેવાની ધમકીઓ આપી હતી.જેથી મહિલા ખુબ જ ડરી જતાં બે હોસ થઇ નીચે પડી ગયેલ તેથી ધનસુરા સરકારી દવાખાના માં સારવાર કરાવેલ આ પ્રકરણ માં જયારે જનતા પોલીસ પર રક્ષણ સુરક્ષા નો વિશ્વાસ રાખતા હોઈ છૅ. પરંતુ જયારે પોલીસ જ રક્ષણ કરવાની જગ્યા એ ભક્ષણ કરે તો જનતા કરે તો કરે શું.સમગ્ર ગટના અંગે ભોગબનાનાર મહિલા એ સામાજિક એકતા જાગૃતિ મિશન ના ઉત્તર ગુજરાત સહપ્રભારી એડ. કિર્તીરાજ પંડ્યા ને બનાવ અંગે જણાવતા વિનંતી પત્ર સ્વીકારી તાત્કાલિક ધોરણે ભોગબનાર મહિલા સાથે રાખી અરવલ્લી જીલ્લા પોલીસને મળી ને ધનસુરા પોલીસ ના કર્મચારીઓ વિરુદ્ધ અરવલ્લી પ્રભારી વિજય આમીન એ લૈખિત ફરિયાદ આપી હતી અને જો ફરિયાદ દાખલ નહિ થાઈ તો આંદોલન ચીમકી ઉચ્ચારી હતી.ત્યારબાદ ધનસુરા કોર્ટ માં પણ ફરિયાદ આપેલ હતું. તેમાં ભોગબનાર ઓડ જસીબેન ને સમાધાન કરવા માટે ધનસુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ એડી ચોંટી નુ તેમજ સામ દામ દંડ ભેદ ના પ્રયત્નો કર્યા હતા અન્ય રાજકારણી નેતા ને મોકલી ને પણ સમાધાન કરી લેવા ધમકાવવા માં આવ્યા હતા.અંતે ભોગબનાર મહિલા ના ઘરે પાણી ગરમ કરવાનું તપેલું હતું. તે ધનસુરા પોલીસ ના કર્મચારીઓ તમે દારૂ ગારો છો તેવું ખોટું કાવતરું કરી સમાધાન કરીલો નહિતર કેસ કરીશું. આ ગટના ની સામાજિક એકતા જાગૃતિ મિશન ના એડ. કિર્તીરાજ પંડ્યા તેમજ જીલા સહપ્રભારી વિજય આમીન જાણ થતા ફરીથી અરવલ્લી જીલા પોલીસ વડાને જણાવેલ જો ધનસુરા પોલીસ ખોટા કેસ કરી ને મહિલા ને હેરાન કરશે અથવા તો સમાધાન માટે હેરાન કરશે તો દિન પાંચ માં અંતે અંદોલન કરવા ની ફરજ પડશે. અંતે બિભસ્ત વર્તન કરનાર ધનસુરા પોલીસ સ્ટેશન ના કર્મચારી પર એફ. આઈ. આર રજીસ્ટર કરવા માં આવી છૅ.