ARAVALLIGUJARATMODASA

સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ), સાગવા, મોડાસામાં માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્ય અંતર્ગત વ્યાપક જાગૃતિ સેમિનાર યોજાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ), સાગવા, મોડાસામાં માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્ય અંતર્ગત વ્યાપક જાગૃતિ સેમિનાર યોજાયો

સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ), સાગવા, મોડાસામાં માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્ય અંતર્ગત વ્યાપક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાયબ નિયામક, વિકસતી જાતિની કચેરી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના ‘સંકલ્પ’ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન, અરવલ્લી તેમજ અરવલ્લી–સાબરકાંઠા જિલ્લા મેન્ટલ હેલ્થ કમિટીના સભ્ય, RAGMHI 3055 Chapter અને SrF Indiaના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક યોજાયો હતો.સેમિનારમાં વિદ્યાર્થીઓને આજના સમયની જરૂરી જીવન કૌશલ્ય અને માનસિક સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ડૉ. ભરતભાઈ પરમારે વિદ્યાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓના અધિકારો અને સંબંધિત કાયદા, કારકિર્દી માર્ગદર્શન, સાયબર સુરક્ષા, ડિજિટલ જાગૃતિ તેમજ વ્યક્તિગત સલામતી વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારણ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન તરફ પ્રેરણા આપી.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અરવલ્લી જિલ્લા કલેકટર કમિટી ફોર મેન્ટલ હેલ્થ મેમ્બર મુકેશ પરમારે માનસિક સંતુલન જાળવવાની પદ્ધતિઓ, ક્રોધ નિયંત્રણ, ભાવનાત્મક સ્થિરતા, તણાવ વ્યવસ્થાપન, માનસિક વિકારોની પ્રાથમિક ઓળખ અને તેના નિવારણ અંગે સરળ અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને થતી માનસિક અશાંતિ, ભય અને દબાણમાંથી બહાર આવવાના ઉપાયો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી સત્રમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. કાર્યક્રમના આયોજનમાં સરકારી કુમાર છાત્રાલયના અધિકારીઓ અને સ્ટાફનો પ્રશંસનીય સહકાર રહ્યો હતો. સેમિનારના અંતે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધતી જોવા મળી તેમજ જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તેવો સંદેશ મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!