
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન નિમિત્તે સાપ્તાહિક કાર્યક્રમમાં ગ્રાહક જાગૃતિ રેલી યોજવામાં આવી
ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ તરફથી જી. પી. ધાનકા માધ્યમિક શાળા થી દાહોદ શહેરમાં ગ્રાહક જાગૃતિ રેલી યોજવામાં આવી. રેલીના પ્રારંભમાં ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા , જિલ્લા તોલમાપ ઇન્સ્પેક્ટર ડી. કે . પટેલ , ખુશ્બુબેન પટેલ , સાબીરભાઈ શેખ , જિતેન્દ્રભાઈ પંચાલ, અરવિંદભાઈ હાડા તથા કાર્યાલય મંત્રી લક્ષ્મણભાઈ ભાટીયા હાજર રહયા હતા. ગ્રાહક જાગૃતિ રેલી દરમિયાન જાગો ગ્રાહક જાગો સ્લોગન સૂત્રોચ્ચાર કરી, પ્રચાર સાહિત્ય વિતરણ કરવામાં આવ્યુ હતુ.



