શ્રી નેકારીયા નવા પ્રાથમિક શાળામાં ધો.-૫ ના વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારોહ યોજાયો.
ઓગડ તાલુકાના નેકારીયામાં આવેલ શ્રી નેકારીયા નવા પ્રા. શાળામાં

શ્રી નેકારીયા નવા પ્રાથમિક શાળામાં ધો.-૫ ના વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારોહ યોજાયો.
ઓગડ તાલુકાના નેકારીયામાં આવેલ શ્રી નેકારીયા નવા પ્રા. શાળામાં ધો.- ૫ ના વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારોહ સરપંચ મોહનભાઈ પટેલ,પૂર્વસરપંચ વિનાજી ઠાકોર, SMC સભ્યો, ગામના વડીલો ની ઉપસ્થિતિમાં ૧૧ મી એપ્રિલ ૨૦૨૬ ના રોજ સવારે યોજાયો હતો.ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ એ સ્વાગત ગીત દ્વારા શાળા આચાર્ય સુરસિંહજી ઠાકોરે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનો ને આવકારી શાળા પરિવારે મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.વિદાય લઈ રહેલા તેજસ્વી બાળકોને કંકુ તિલક કરી ભાવભરી વિદાય આપવામાં આવી હતી.પૂર્વ સરપંચ વિનાજી ઠાકોર, ઈશ્વરભાઈ પ્રજાપતિ એ બાળકોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરૂ પાડી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા ઓ પાઠવી હતી.વિદાય લેતા વિધાર્થીઓએ પોતાની શાળા અને શિક્ષકો પ્રત્યેની લાગણીઓ સ્વશબ્દોમાં વ્યક્ત કરી હતી. વર્ગ શિક્ષક જગદીશભાઈ પ્રજાપતિએ આશીર્વચન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીને પેડ,ફાઈલ અને વિદાય પત્ર આપી સન્માનિત કરેલ.બાળકોએ પણ પોતાની શાળા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા શાળામાં સ્મૃતિ ભેટ અર્પણ કરેલ.તાજેતરમાં લેવાયેલ CET પરીક્ષામાં મેરિટ માં સ્થાન મેળવનાર બાળકોને પ્રમાણપત્ર અને ઈનામ આપી વિશેષ પ્રોત્સાહિત કરેલ.બ.કાં. જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ એવમ તેરવાડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મકવાણા ભુપતજી નાગજીજી દ્વારા તમામ બાળકોને સ્વાદિષ્ટ પ્રીતિભોજન આપ્યું હતું.અંતે આભાર વિધિ મહેશભાઈ પટેલે કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530






