કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું..
કાંકરેજ તાલુકાના કુંવારવા મા દીઓદર રોડ ઉપર આવેલ શ્રી બ્રાહ્મણી જીનિંગમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકાર સંમેલન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને

કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું..
કાંકરેજ તાલુકાના કુંવારવા મા દીઓદર રોડ ઉપર આવેલ શ્રી બ્રાહ્મણી જીનિંગમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકાર સંમેલન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને દિયોદરના પુર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, હરગોવનભાઈ શિરવાડિયા, બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક પાલનપુરના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, સુખદેવસિંહ સોઢા,બનાસકાંઠા જિલ્લા ભાજપ પુર્વમહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, હીરાભાઈ જોષી,કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમરતભાઈ દેસાઈ, એ.પી.એમ. સી.થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,પુર્વચેરમેન અણદાભાઈ પટેલ,બનાસડેરી પાલનપુરના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, ઝેણુંભા વાઘેલા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, રમેશભાઈ જોષી,ઠાકોર સેના પ્રમુખ ડી.ડી.જાલેરા,થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પુર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,કલાભાઈ પટેલ, પટેલ વાસ દૂધ ઉત્પાદક મંડળી થરા ચેરમેન વિસાભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ અણદાભાઈ ચૌધરી થરાની ઉપસ્થિતિમાં યોજાયું હતું.રાઘવેન્દ્ર જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આજ રોજ તા. ૨૦/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સહકારમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકાર થકી સમૃધ્ધિ લાવવાના પ્રયાસો આજે સાર્થક બની રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના કુંવારવા ગામે આવેલ શ્રી બ્રાહ્મણી જીનિંગમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકાર સંમેલનમાં ભાજપાના પદાધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સહકારી મંડળીઓ અને બનાસ ડેરી સહિત બનાસબેન્ક દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે ખાસ કરીને પગભર કરવા અને આત્મનિર્ભર કરવા માટે સહાયક તરીકે મહત્વ ની ભૂમિકા ભજવે છે ત્યારે ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતરે જણાવ્યું હતું કે હાલમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ને એવોર્ડ મળ્યો એ આપણાં સૌ માટે ગૌરવની વાત છે અને જિલ્લા અને કાંકરેજ તાલુકાના પશુપાલકો માટે બનાસ બેન્ક દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બનવા માટે મહિલાઓને જીરો ટકા વ્યાજે પચાસ હજાર રૂપિયાની રકમ સહાય આપવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં વીસ હજાર મહિલાઓને જીરો ટકા વ્યાજે સહાય આપવામાં આવી છે જેનો લક્ષ્યાંક એક લાખ મહિલાઓને આપવાનો છે ત્યારે દરેક સહકારી મંડળીઓના ચેરમે નો અને મંત્રીઓ દ્વારા પોતાના ગામના પશુપાલકો અને ખેડૂતોને આત્મ નિર્ભર બનાવવા માટે આગળ આવે અને આપડું ભારત શ્રેષ્ઠ ભારત આત્મ નિર્ભર ભારત બને તેવી આશા વ્યક્ત કરી હતી. આભાર વિધિ રમેશભાઈ વાઘડા (ચૌધરી)એ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530







