AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીરના આમથવા ગામે ફોર વ્હીલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીને ઇજા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના આમથવા ગામની સીમમાં  અર્ટિગા ફોર વ્હીલ ગાડીના ચાલક એ મોટરસાયકલ ને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાયકલ પર સવાર દંપતીને ઇજા પહોંચી હતી.તાપી જિલ્લાના ઉચ્છલ ગામ ખાતે રહેતા શાંતિલાલભાઈ નાથાભાઈ ગામીત તથા તેમની પત્ની  સવિતાબેન શાંતિલાલભાઈ ગામીત એ પોતાના કબજાની રોયલ એન્ફીલ્ડ (બુલેટ) મોટર સાયકલ નં.GJ-26-R-0786 પર સવાર થઇને મહારાષ્ટ્ર રાજ્યના પિપળનેર ગામે લગ્ન પ્રસંગમા ગયેલ હતા.અને સાંજના  સમયે પિંપળનેરથી પરત આવતા હતા. અને સાક્રી ફાટાથી સુબીર જતા રસ્તા ઉપર સુબીર તાલુકાના ઝાખરાઇબારી ગામની સીમમા ફોરેસ્ટ ચેક પોસ્ટથી થોડા અંતરે આવેલ ઘાટમા ધિમી ગતિએ ઉતરતા હતા.તે વખતે સુબીર તરફથી એક અટીંગા ગાડી નં.GJ-15-CM-6379 ના ચાલક દિપકભાઈ ભોઈ પોતાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમા હંકારી લાવી રસ્તાની કિનારે  મોટર સાઇકલને ટક્કર મારી દેતા અક્સ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર દંપતીને શરીરે ઇજા પહોંચી હતી.જે બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તેમજ અકસ્માતને પગલે સુબીર પોલીસ મથકે ફરિયાદ નોંધી, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!