BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
દહેજ અદાણી પોર્ટ પર અકસ્માત:કેપ્સુલ લઈ જતી ટ્રકની ચેઇન તૂટતાં માર્ગ પર પડ્યું, બે કલાક સુધી ટ્રાફિક જામ
સમીર પટેલ, ભરૂચ
દહેજના અદાણી પોર્ટથી કેપ્સુલ લઈને જતી ટ્રકનો અકસ્માત સર્જાયો છે. ટ્રકની ચેઇન અચાનક તૂટી જતાં કેપ્સુલ દીપક નાઈટ્રેટ તરફ જતાં માર્ગ પર પડી ગયું હતું. ઘટના સમયે માર્ગ પરથી કોઈ વાહન કે વ્યક્તિ પસાર થતાં ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, અકસ્માતને કારણે માર્ગની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
સૂચના મળતાં જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લગભગ બે કલાક સુધી ચાલેલી ટ્રાફિક સમસ્યાને હળવી કરી હતી અને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.