AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલા શહેરમાં ડીંગ ડોંગ ઇલેવન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમાં ડીંગ ડોંગ ઇલેવન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનારને 51 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે

આ ક્રિકેટ આયોજન ફક્ત વાલ્મિકી સમાજ માટે સતત ૧૨ વર્ષથી કરવામાં આવે છે

રાજુલા શહેરમાં વાલ્મિકી સમાજ દ્વારા દર વર્ષે ક્રિકેટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ આયોજન ડીંગ ડોંગ ઇલેવન ટીમ દ્વારા રાજુલા શહેરમાં કરવામાં આવે છે આ વખતનું આયોજન પણ ટીમ દ્વારા કરવામાં આવેલું જેમાં આ મેચમાં આ વખતે કુલ 16 ટીમે ક્રિકેટમાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનાર તેમને ₹51,000 નો ઇનામ આપવામાં આવે અને મેન ઓફ ધ મેચ સિરીઝમાં ગૌતમ ચૌહાણ જે ડીંગ ડોંગ ટીમનો ખેલાડી હતો તેમજ રન ઓફ ટિમ ડીંગડોંગ ટીમ રાજુલા જેને રૂપિયા ૨૧ હજાર ઇનામ મળે છે આ વખતની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વેરાવળ પાટણ અમરેલી કુંડલા જેવા વિવિધ શહેરોમાંથી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિવિધ શહેરોમાંથી વિવિધ ટીમ આવેલી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયેલું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમિતભાઈ બાબરીયા અક્ષયભાઈ ધાખડા રાજુભાઈ જાખરા મહેન્દ્રભાઈ ધાખડા વનરાજભાઈ વરુ અજયભાઈ ગોહિલ ચેતનભાઇ પરમાર નરેશભાઈ પરમાર આસિફભાઇ સહિતના વિવિધ વેપારી અગ્રણીઓ હાજર રહેલા જોકે દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજુલા શહેરના અગ્રણીઓ વેપારીઓ તેમજ રાજુલા ના તમામ આગેવાનો દ્વારા સંપૂર્ણ રીતે સાથ અને સહકાર આપવામાં આવે છે ત્યારે વાલ્મિકી સમાજ તેમજ ડીંગ ડોંગ ઇલેવન ટીમના તમામ ખેલાડીઓ દ્વારા આ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલો

Back to top button
error: Content is protected !!