ડાંગ જિલ્લામાં સરકારી કર્મચારીઓની શારીરિક તથા માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે..
MADAN VAISHNAVJanuary 10, 2025Last Updated: January 10, 2025
2 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ તેમજ જે.એચ.સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ સરકારી અધિકારી/કર્મચારીઓની શારીરિક તથા માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે અધિકારી/કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ અને સ્પોર્ટસમેન સ્પિરિટ જેવા ગુણોનું નિમાર્ણ થાય અને અરસ-પરસ સંકલન જળવાઈ રહે અને પ્રજા સાથે પણ સબંધો જળવાઈ રહે તેવા આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ તાજેતરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અમલમાં આવેલ છે.જે નવા કાયદાઓમાં સાયબર અવેરનેસ અને નશામુક્તિ અભિયાન અંગેની જાગૃત્તા સામાન્ય પ્રજામાં આવે તથા પોલીસ અને પ્રજા વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાય રહે તે માટે તા.11/01/2025થી સુરક્ષાસેતુ અંતર્ગત ડાંગ જીલ્લા પોલીસ દ્વારા આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસ.પી.કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે..