આણંદ ફોન તો ઉપાડ કહેવાથી નારાજ મિત્ર એ લોખન્ડ ના સળિયા વડે હુમલો કર્યો.

આણંદ ફોન તો ઉપાડ કહેવાથી નારાજ મિત્ર એ લોખન્ડ ના સળિયા વડે હુમલો કર્યો.
તાહિર મેમણ – 16/07/2024- આણંદ – આણંદ ફોન તો ઉપાડ કહેવાથી નારાજ મિત્ર એ લોખન્ડ ના સળિયા વડે હુમલો કર્યો આંનદ જિલ્લા ના આણંદ તાલુકાના નાપાડ તળપદમાં રહેતાં એક માથાભારે યુવકે ફોન ઉપાડવાનું કહેનાર પોતાના મિત્ર સાથે ઝઘડો કરી, લોખંડના સળીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે હુમલાખોર યુવક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ તાલુકાના નાપાડ તળપદમાં આવેલ જુના સ્વામિનારાયણ મંદિર પાસે રહેતાં 33 વર્ષીય સંજયકુમાર ચીમનભાઈ પરમાર ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સંજયભાઈ અને તેના મિત્રો ગતરોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં રામબાગમાં આવેલ દુકાને ગૌરીવ્રતમાં દાન કરવા છોકરીઓને આપવા શીખંડનુ ખાવુ બનાવતા હતા. તે વખતે સંજયભાઈનો મિત્ર મિતુલ કનુભાઇ પટેલ પણ ત્યાં આવ્યો હતો. તે વખતે સંજયભાઈએ પોતાના આ મિત્ર મિતુલને ફોન તો ઉપાડ તેમ કહેતા તે એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને ગમેતેમ અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. તુતુ…. મેમે બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. દરમિયાન રોષે ભરાયેલા મિતુલે દુકાનમાં પડેલ લોખંડનો સળીયો ઉઠાવી સંજયભાઈ ઉપર હુમલો કર્યો હતો.
આ હુમલામાં સળીયો વાગવાથી સંજયભાઈને હાથ તેમજ માથાના ભાગે ઈજા પહોંચી હતી અને લોહીલુહાણ થયાં હતાં. આ અંગે સંજયભાઈએ પોતાના મિત્ર મિતુલ કનુભાઈ પટેલ વિરૂદ્ધ આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




