
પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ઉમરેઠ શહેરની ઓડ ચોકડી પાસે આવેલા શક્તિ પ્લાઝા કોમ્પલેક્ષની એક દુકાનમનાં સ્પાની આડમાં ચાલતુ કુટણખાનુ પોલીસે ઝડપી પાડયું છે. પોલીસે છાપો મારતાં બે પરપ્રાંતીય રૂપલલનાઓ સાથે ગ્રાહક ઝડપાઈ મળી આવતાં સ્પાના મેનેજરની ધરપકડ કરીને માલિકને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, શક્તિ પ્લાઝા કોમ્પલેક્ષના પહેલા માળે આવેલા દાદરની પાસેની ૧૦૫ નંબરની દુકાનમાં ચાલતા નાના થાઈ સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે. જેમાં પરપ્રાંતીય મહિલાઓ સાથે દુકાન ભાડેથી રાખનાર માલિક અને તેનો મેનેજર વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને હાલમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ જ છે જેથી પોલીસે છાપો મારતાં નાના થાઈ સ્પામાંથી મેનેજર વિપુલભાઈ ગોવિંદભાઈ બારૈયા (રે. સોહમપાર્ક, બાકરોલ,હાલ, મઢુપુરા, નડીઆદ)નો ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તપાસ કરતા બે પરપ્રાંતીય મહિલાઓ સાથે એક ગ્રાહક પણ મળી આવ્યો હતો.

પોલીસે મેનેજર વિપુલભાઈ બારૈયાની પુછપરછ કરતા મૌસીન ભાદુર નરસીદાની (રે. હરિકૃષ્ણ શોપીંગ સેન્ટર, આણંદ-વિદ્યાનગર રોડ, આણંદ)એ આ દુકાન ભાડેથી લઈને નાના સ્પાની ઓથે કુટણખાનુ ચાલુ કર્યું હતુ. પકડાયેલા બન્ને પરપ્રાંતીય મહિલાઓ પૈકી એક પુર્વ દિલ્હીની અને એક ગાઝીયાબાદની હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસના જણાવ્યા અનુસાર નાના સ્પા ચાલુ કરનાર મૌસીન નરસીદાની બન્ને મહિલાઓને દર મહિને ૧૫ હજાર રૂપિયા પગાર સ્પા સેન્ટરમા નોકરી કરવા પેટે ચુકવતો હતો અને ગ્રાહકોની માંગ પ્રમાણે તેઓને જાતીય સુખના અલગથી નાણાં ચુકવવામાં આવતા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને માલિક મૌસીનને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર બન્ને મહિલાઓ છેલ્લા ઘણા સમયથી મૌસીન સાથે જ રહેતી હતી. તેણી કેટલાક સમયથી અહીંયા આવીને વેશ્યાવૃત્તિ જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે તેની પણ પોલીસે તપાસ હાથ ઘરી છે.







