કાલોલ એમ.જી.એસ અને ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતા અભિયાન યોજાયો.
તારીખ ૦૯/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય સાઇબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન અન્વયે શાળા કોલેજોમાં સાઇબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન ચલાવવા તથા શાળા કોલેજો ના વિધાર્થીઓને સાઇબર ક્રાઇમ વિષે જાગૃતા હેતુ થી કાલોલ પોલીસ દ્વારા બુધવારે બપોરના ૨:૩૦ કલાકે એમજીએસ હાઇસ્કૂલ અને ૩:૩૦ કલાકે ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સીબી બરડા ની ઉપસ્થિતિમાં સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં કાલોલ પોલીસ ટાઉન જમાદાર ભાવેશભાઇ કટારીયા તથા પોલીસ જમાદાર પ્રવિણભાઇ અને મનીષભાઇ તથા કેળવણી મંડળ ના મંત્રી વિરેન્દ્રભાઇ મહેતા ગર્લ્સ હાઈસ્કુલ ના આચાર્ય એનપી પટેલ,શાળા ના સુપરવાઈઝર વીએમ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા પી.એસ.આઈ સીબી બરડા દ્વારા સંબોધન કરતા વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ ફોડ ની ઝપટમાં આવી ન જાય તે માટે શું ચોકસાઇ રાખવી અને હાલમાં બનતા સાયબર ફ્રોડ લગતા જેવાકે સાયબર બુલિંગ સોશિયલ મીડિયા સંબંધીત ફ્રોડ ફાઇનાન્સ ફ્રોડ ડેટા ચોરી વગેરે અંગે માહિતી આપવામાં આવી તેમજ કોઈપણ અજાણી લિંક ઓપન નહીં કરવા તથા ઓટીપી શેર નહીં કરવા અજાણી વ્યક્તિ ની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી સાવધાન રહેવા તથા કોઈપણ કચેરી બેંક કે કોઈ કર્મચારી ના નામ આપી તમારા ખાતામાં પૈસા જમા કરવવા છે તેમ તેની પણ વાતચીત કરે તો ખરાઈ કર્યા વગર કોઈ પણ જાતની માહિતી આપવી નહીં, સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર તથા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમજ પોતાના ગામમાં સગા સંમબધિઓને જાગૃત કરવા સમજ કરવામાં આવેલ સાયબર ક્રાઇમ થી બચવા માટે નાગરિકોને સૂચન, પીન નંબર, ઓટીપી, સીવીવી, કે ક્યુ આર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને આપશો નહીં, ફ્રી લોન ફ્રી ઇન્ટરનેટ ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક ક્લિક કરશો નહીં, સોશિયલ મીડિયા પર અજાણ્ય વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા વિચારો, કોઈ કાર્ડ સીમકાર્ડ વેલીડીટી કેવાયસી રીન્યુ ખાતું ચાલુ બંધ એક્ટિવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો, પાસવર્ડ સુરક્ષિત રાખો નિયમિતપણે બદલો વેબસાઈટ એસટીટીપીએસ ખાસ જુઓ, સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપશો નહીં, હાલમાં કોઇ પણ ફોન નંબર પરથી ફોન ફ્રોડ કોડ નંબર ઉપરથી ફોન કરેતો ફ્રોડ કોલ કરી બેન્ક એકાઉન્ટ ની માહિતી માગી ફ્રોડ કરતા હોય જેથી કોઇ પણ નંબરથી ફોન આવે તો કોઈ ઓટીપી તથા બેંક એકાઉન્ટની માહિતી આપવી નહીં તેવું પીએસઆઇ સીબી બરડા દ્વારા જણાવ્યું હતું.