BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર યોજાયો

20 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર યોજાયો.
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં તા.20/2/2026 ના રોજ સવારે 9:00 to 11:00 દરમિયાન પ્રિ. ડૉ. રાધાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્લબ – કો.ઓર્ડીનેટર ડૉ.જાનકીબેન પટેલ દ્વારા ‘સાયબર ક્રાઇમ જાગૃતિ’ સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં વક્તાપદે A.S.I શ્રી જે. એ. બારોટ સાહેબ (સાયબર સુરક્ષા વિભાગ પાલનપુર)દ્વારા વિદ્યાર્થીઓને ટેકનોલોજીના આજના યુગમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ જેવી કે હેકિંગ, ઓનલાઇન છેતરપિંડી વિશે માહિતીપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં લગભગ 90 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો. પ્રવર્તમાન ડિજિટલ યુગ માં સાયબર ક્રાઇમ એક મોટું જોખમ બની ગયું છે. આ ખતરા થી બચવા માટે એવા શુભ આશયથી આ વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!